મુંબઈ-

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) લીલા નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 54.81 પોઈન્ટ (0.09 ટકા)ના વધારા સાથે 58,305.07ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 15.75 પોઈન્ટ (0.09 ટકા)ની મજબૂતી સાથે 17,369.25ના સ્તર પર બંધ થયો છે. સ્ટોક માર્કેટના લોકપ્રિય ઈન્વેસ્ટર્સમાં સામેલ ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં સામેલ રેન ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં આજે (ગુરુવારે) લગભગ 7 ટકાની તેજી આવી છે. આ કોમોડિટી સ્ટોક 155 રૂપિયા પ્રતિ શેરના વધારા સાથે ખૂલ્યો અને ઈન્ટ્રા ડેમાં 249.30 રૂપિયાના હાઈ સુધી ગયો હતો. રેન ઈન્ડસ્ટ્રીઝનો સ્ટોક બુધવારે 229.25 રૂપિયા પર બંધ થયો હતો. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે, આ સ્ટોકમાં તેજીના 2 કારણ છે. એક અમેરિકામાં કંપનીનો પ્લાન્ટ ખુલ્યો અને બીજો એલ્યુમિનિયમની ગ્લોબલ પ્રાઈઝનું રેકોર્ડ હાઈ પર પહોંચવું. સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) લીલા નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 54.81 પોઈન્ટ (0.09 ટકા)ના વધારા સાથે 58,305.07ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 15.75 પોઈન્ટ (0.09 ટકા)ની મજબૂતી સાથે 17,369.25ના સ્તર પર બંધ થયો છે.