વડોદરા, તા.૨૦

પોલીસ આમપ્રજાની સાચા અર્થમાં મિત્ર બની સહાયતા કરે તે સરકારની દૃઢ નીતિ અને દીર્ઘ કાર્યપદ્ધતિ રહે છે. જેના ભાગરૂપે શહેર પોલીસ નાગરિકોને ઉત્તમ સેવા આપવા માટે કટિબદ્ધ છે. જેમાં પોલીસ કાર્યપદ્ધતિમાં પ્રજાલક્ષી અને પ્રજાની હિતકારી અને વિશ્વાસ સંપાદન થાય તે રીતની કાર્યશૈલીમાં કાર્યપદ્ધતિ પરિવર્તિત થાય તે હાલના સમયમાં ખૂબ જરૂરી છે. કારણ કે, ઘણા ખરા કિસ્સા અને બનાવો સબબ પ્રજા અને પોલીસ વચ્ચેની ખાઈ વધતી જતી હોય છે અને તેના થકી આમપ્રજાનો પોલીસ ઉપરનો વિશ્વાસ ડગમગતો રહે છે. આ વિશ્વાસ કાયમ રાખવા અને પોલીસ-પ્રજા વચ્ચેનો વિશ્વાસ સંપાદિત કરવા અને કાયમ રાખવા સારુ સમયાંતરે પ્રજાભિમુખ અભિયાન હેઠળ કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં પ્રજાલક્ષી કાર્યક્રમો કરવા જાેઈએ. પરત કરાયેલી ચીજવસ્તુઓમાં સોના-ચાંદીના દાગીના, ૩૬ મોટરસાઈકલ, ૩૭ મોબાઈલ, એક કાર, બે રિક્ષાનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા નાગરિકોએ ગુમાવેલ મિલકતની પરત સોંપણી અંગે કાર્યક્રમ યોજી એક અદકેરુ પગલું ભરેલ છે જેમાં શહેરના ભોગ બનેલ નાગરિકોએ પોતાની માલમિલકત ખૂન પસીનાની કમાઈથી વસાવેલ હતી જે ચોરીમાં, લૂંટમાં લુંટાઈ ગયેલ હોય અને તેઓએ આ અંગે પોલીસ ફરિયાદ કરેલ હોય, પરંતુ તેમની મિલકત પરત ન મળતાં તેઓ ન્યાયથી વંચિત રહેતા હોય છે, જેથી આ અંગે શહેર પોલીસ દ્વાર આવી મિલકતો શોધી કાઢવામાં આવતી હોય છે, પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં ઘણીવાર આ મિલકત ભોગ બનનારને જરૂરી સમયમાં મળતી નથી અને ઘણાં સમય સુધી પોલીસ મથકોમાં પડી રહેતી હોય છે. આ બાબતે પોલીસ પ્રશાસન સંવેદનશીલ બન્યું હતું. આ મિલકત મૂળમાલિકને પરત મળી રહે તે દિશામાં કાર્યવાહી શરૂ કરેલ જેના ભાગરૂપે છેલ્લા દોઢ મહિનામાં કુલ ૮ર (ઘરેણાં, વાહનો, મોબાઈલ) જે માલિકોને ત્વરિત પરત આપી શકાય તે શોધી કાઢી આ કિંમતી મિલકતોનો ભોગ બનનાર માલિકોને પરત આપવા નિર્ધારિત કરેલ. તા.૧૯ માર્ચના રોજ ડીજીપીના હસ્તે આ મિલકતો પરત કરવામાં આવેલ હતી જેમાં રૂપિયા સાડા દસ લાખ જેટલી કિંમતની મિલકત પરત કરવામાં આવી હતી. મિલકત ચોરાઈ, લુંટાઈ જવાથી પોતાની જીવનભરની એકઠી કરેલી મૂડી રોળાઈ જવાનું જે દુઃખ તે સમયે તેઓને લાગેલ હશે ત્યારે તેઓની વ્યથાની પરિસ્થિતિ શું હશે? મિલકત પરત મળે ત્યારે તેઓ કેટલા ભાવવિભોર બની જાય છે. મહિલાઓના ઘરેણાં પરત મળતાં તેઓની જીવનભરની બચતની મૂડી હોઈ જેથી ખુશી ખૂબ જ અદકેરી જાેવા મળેલ હતી. આ દરમિયાન ડીજીપી, પોલીસ કમિશનર અને હાજર તમામ પોલીસ અધિકારીઓ ગદ્‌ગદિત થઈ ગયા હતા. આવનાર સમયમાં આ જ રીતે આવા ભોગ બનનાર માલિકોને તેમની મિલકતો પોલીસ શોધી પરત આપે તેવું કાર્ય કરવા નક્કી કર્યું હોવાનું જણાય છે.

જ્યારે બીજી તરફ હાલની પરિસ્થિતિ અનુસાર મહિલાઓ પુરુષ સમોવડીયું કાર્ય કરતી સશક્ત મહિલા બનતી જાય છે. સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા અનામત રાખવામાં આવેલ છે તે રીતે મહિલા પુરુષ સમોવડી બની તમામ કાર્યો કરતી રહે છે. ઘણીવાર મહિલાઓની કૌટુંબિક જવાબદારીઓ હોય છે જે સામાન્ય નજરે જણાઈ આવતું નથી જેથી તેઓની આ અગવડતા ભરેલી પરિસ્થિતિને પહોંચી વળવા અને સમાન કાર્યપદ્ધતિ હેઠળ સહકાર મળી રહે તે માટે ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ મથકની વ્યવસ્થા કરવા આ પગલંુ ભરવામાં આવે છે.