ઝાલોદ, સમગ્ર વિશ્વ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે.ત્યારે ઝાલોદ તાલુકામાં પણ કોરોના સંક્રમણનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જતો જોવા મળી રહ્યો છે. ત્યારે દિવાળી -દેવ દિવાળી ને લઇ ખરીદી માટે અને સામાજિક પ્રસંગો દરમ્યાન એકત્રિત થતી લોકોની ભીડ જોઈને કોરોના સંક્રમણનો ફેલાવો વધવાના એધાંણ સેવાઈ રહ્યા છે.આજ દિવસ સુધી ઝાલોદ તાલુકા વિસ્તારમાં કોરોનાના ૫૬૮ કેસ નોંધાઇ ચુક્યા છે જેમાં દિવાળીના તહેવારો દરમ્યાન છેલ્લા ઓકટોબર માસમાં ૧૨૫ ના આંક સાથે કોરનાના કેશોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારે સરકારની ગાઈડલાઈન નું પાલન કરી અને આરોગ્ય વિભાગની સતત કોરોના સક્રમણને રોકવાની કામગીરીમાં દરેક વ્યક્તિએ સહયોગ આપવાની જરૂરત વર્તાઈ રહી છે. બિનજરૂરી ભીડથી દૂર રહી સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરવું અને સતત સેનેટરાઈઝ થી હાથ ધોવા વગેરે બાબતે દરેક વ્યક્તિએ ફરજીયાત ધ્યાન દોરવાની જરૂર છે. પરંતુ ઝાલોદ આરોગ્ય વિભાગ દ્વારા રજીસ્ટર માં એક પણ વ્યક્તિનું કોરોના થી મોત થયેલ નથી.