મુંબઈ

કંગના રનૌતના જન્મદિવસે ‘થલાઈવી’ ફિલ્મના નિર્માતા તરફથી ચાહકોને ભેટ તરીકે ટ્રેલર લોંચના ભવ્ય કાર્યક્રમની યોજના છે. અભિનેત્રી ૨૩ માર્ચે એક વર્ષ મોટી થવાની તૈયારીમાં છે અને તેના જન્મદિવસ પહેલા તે તેની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની વચ્ચે અભિનેત્રી કંગના રનૌતના ચાહકો તેને થલાઈવીમાં જે. જયલલિતા તરીકે જોવા માટે આતુરતાથી રાહ જોતા હતા. ત્યારે ૨૩ માર્ચે તેના જન્મદિવસ પર થલાઈવીના નિર્માતા એક ભવ્ય કાર્યક્રમમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવાના છે. જે જયલલિતાના જીવન પર આધારિત આ બાયોપિક ત્રણ અલગ અલગ ભાષાઓમાં જોવા મળશે. ફિલ્મના ટ્રેલર લોન્ચનો ભવ્ય કાર્યક્રમ ચોક્કસપણે રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેત્રી કંગનાના જન્મદિવસ પર ચાહકો માટે એક મોટી ભેટ તરીકે આવશે. પોતાની ફિલ્મ થલાઈવી માટે કંગનાએ મોટા પ્રમાણમાં શારીરિક પરિવર્તન કરવું પડ્યું હતું.

ભરતનાટ્યમ, તમિલ શીખવાથી લઈને જયલલિતાની રીતભાત બરાબર મેળવવા માટે કલાકો ગાળ્યા. જેથી કંગનાનું એક અલગ રૂપ મોટા પડદા પર જોવા મળશે અને પ્રેક્ષકો આતુરતાપૂર્વક આ ફિલ્મ સિનેમાઘરોમાં જોવાની રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી કંગના રનૌત અને અરવિંદ સ્વામીના પાત્રની જયલલિતા અને એમ જી રામચંદ્રન સાથેની અસામાન્ય સામ્યતા એક મુખ્ય વાતોનો મુદ્દો રહ્યો છે. જયલલિતાની જન્મજયંતિ પર જ્યારે રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી હતી, ત્યારે ચાહકો ઉત્સાહિત હતા. થલાઈવીનું નિર્દેશન વિજય દ્વારા કરવામાં આવ્યું છે અને વિષ્ણુ વર્ધન ઈંદુરી અને શૈલેષ આર સિંઘ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે અને હિતેશ ઠક્કર અને તિરુમલ રેડ્ડી દ્વારા સહ-નિર્માણ કરવામાં આવ્યું છે અને ૨૩મી એપ્રિલ ૨૦૨૧ના રોજ હિન્દી, તમિળ અને તેલુગુમાં વિશ્વભરમાં આ ફિલ્મ રીલીઝ કરાશે.