વડોદરા, તા.૨૭

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ઉપાધ્યક્ષ ડૉ.હેમાંગ જાેશીની ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ૪થી ઇન્ડિયા આસિયાન યુવા સમિટમાં ભારતના પ્રતિનિધિ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્રિદિવસીય સમિટમાં ભારત અને અન્ય ૧૦ ઉત્તર પૂર્વી દેશોના યુવા પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ડૉ.હેમાંગ જાેશીને સ્થાન મળ્યું હતું.

આ પરિષદમાં વિવિધ આસિયાન દેશોના પોલિટિક્સ, મીડિયા, થીંક-ટેન્ક, એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી જેવા વિષયો પર પ્રભુત્વ ધરાવતા અને નિષ્ણાત યુવાવર્ગની પસંદગી કરવામાં આવી હતી. તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન હૈદરાબાદ, તેલંગાણા ખાતે સમિટ યોજાઈ હતી, જેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ દ્વારા સ્ટ્રેન્ધનિંગ ઓશિયન - ઈન્ડિયન પાર્ટનરશીપ ઈન ધી ઈન્ડો-પેસિફિકની થીમ પર પોલિટિક્સ - સિક્યુરિટી, ઇકોનોમિક્સ અને સોશિયલ - કલ્ચર જેવા વિષયો પર ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

આ સમિટમાં કોલંબિયા, ઇન્ડોનેશિયા, બ્રુનાઇ, દારૂસલામ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, વિયેતનામ અને ઇન્ડિયાના પ્રતિનિધિઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. આ સમિટમાં ઉપાધ્યક્ષ ડૉ.હેમાંગ જાેશીએ જણાવ્યું હતું કે, ભારતીય શિક્ષણ વ્યવસ્થાએ દિવસે દિવસે નવા આયામો સર કરી રહી છે.