ગાંધીનગર, રાજ્યની પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજાેમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્યો છે, જેના કારણે રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજાેમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્યને આગામી તા. ૩૦ મી એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જાે કે, કોલેજાે દરેક સેમેસ્ટર માટે પોત પોતાની રીતે ઓનલાઈન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે રાજ્ય સરકાર દ્વારા ગત તા. ૧૮ મી માર્ચથી તા. ૧૦ મી એપ્રિલ સુધી આઠ મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. બીજી એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં ર્નિણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યમાં તા. પાંચ મી એપ્રિલથી ધોરણ ૧ થી ૯ ની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં શિક્ષણ કાર્ય બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો. આ ર્નિણય મુજબ શાળાઓમાં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ માટે છે. ઓનલાઈન શિક્ષણ ચાલુ રહેશે.