જીનિવા,

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ આખરે સ્વીકાર્યું કે કોરોના વાયરસ ચેપ 'હવા ફાટી નીકળ્યો' હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે તેને આશંકા છે કે ચેપ હવા દ્વારા ફેલાય છે. જોકે તેના પર હજી વધુ ડેટા એકત્રિત કરવો બાકી છે. અગાઉ ઘણા દેશોના વૈજ્ઞાાનિકોએ ડબ્લ્યુએચઓને એક ખુલ્લો પત્ર લખીને વિનંતી કરી હતી કે વાયરસ હવા દ્વારા ફેલાય છે અને તેમણે તેમની માર્ગદર્શિકામાં ફેરફાર કરવો જોઈએ.

વિશ્વ આરોગ્ય સંસ્થા કોરોના વાયરસ એરબોર્ન એટલે કે હવા દ્વારા ફેલાય શકે છે તે અંગે અત્યાર સુધી સહમત નહોતી પરંતુ દુનિયાભરના 239 નિષ્ણાંતોના દાવા બાદ આખરે WHOએ સ્વીકાર્યું છે કે આ શક્યતાને બિલકુલ નકારી શકાય નહીં. મંગળવારે સંસ્થાએ કહ્યું કે આ અંગે મળેલા પૂરાવાને સંજ્ઞાનમાં લેશું અને તેના અંગે વધુ તપાસ કરીશું. હકીકતમાં 32 દેશના 239 જેટલા વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનમાં જાણ્યું કે કોરોના વાયરસના નાના નાના કણ હવામાં પણ જીવીત રહે છે અને ખૂબ લાંબે સુધી જઈ શકે છે. આ કણ પણ વ્યક્તિને કોરોના સંક્રમણ આપવામાં સક્ષમ છે. જે બાદ WHO પોસે પોતાના દિશા-નિર્દેશોમાં આ બાબતને સામેલ કરવા માટે માગણી કરી હતી.

જીનીવામાં બ્રીફિંગ દરમિયાન WHOના એક્સપર્ટ બેનેડટ્ટા અલેગ્રાંજીએ કહ્યું કે સંગઠન વાયરસ ટ્રાન્સમિશનના આ પૂરાવાને ધ્યાને લઈ રહ્યું છે અને આ શક્યતાને બિલકુલ નકારી શકાય નહીં કે સાર્વજનિક જગ્યાઓ ખાસ કરીને જ્યાં ભીડભાડ હોય, હવા-ઉજાસ ઓછો હોય અને વેન્ટિલેશનની પૂરતી વ્યવસ્થા ન હોય ત્યાં હવામાં આ વાયરસ ફેલાઈ શકે છે. જોકે આ બાબતે પૂરાવા જોઈશે અને એક વિસ્તૃત અભ્યાસની પણ જરુર રહેશે અમે તેનું સમર્થન કરીએ છીએ. જોકે WHOએ કહ્યું હજુ પૂરતા પૂરાવા નથી.

જોકે આ પહેલા સંસ્થાએ કહ્યું હતું કે કોરોનાના વાયરસ હવાથી ફેલાતા નથી. WHOએ તે સમયે કહ્યું હતું કે આ વાયરસ ફક્ત થૂકના કણો દ્વારા જ ફેલાય છે. બેનેડેટ્ટાએ કહ્યું કે ‘અમે પહેલા પણ ઘણીવાર આ વાત કરી છે કે આ વાયરસ એરબોર્ન હોઈ શકે છે. પરંતુ આવું કહેવા માટે આપણી પાસે કોઈ ઠોસ પૂરાવા નથી.’ બેનેડેટ્ટા WHOમાં સંક્રમણ નિયંત્રણ માટેની ટેક્નિકલ ટીમના હેડ છે. દુનિયામાં હજુ સુધી 1 કરોડ 18 લાખ 37 હજાર 245 લોકો કોરોના ઇન્ફેક્શનથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 67 લાખ 99 હજાર 677 લોકો આ સંક્રમણથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.