ભારતીય રાજનીતિ અને અર્થશાસ્ત્રના પિતામહ કહેવાતા આચાર્ય ચાણક્યની નીતિયો આજના યુગમાં ઘણી પ્રાસંગિક છે. આચાર્ય ચાણક્યએ જીવનાના દરેક પહેલુ પર પોતાની નીતિયોનો ઉલ્લેખ કર્યો છે, આ નીતિયોના બળ પર તમે એક સફળ અને સુખદ જીવનની કામના કરી શકો છો.

આચાર્ય ચાણક્યએ પોતાના નીતિશાસ્ત્રમાં ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે વ્યક્તિએ ઘર ખરીદતી વખતે કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જેથી તે મોટામાં મોટી પરેશાનીનો સામનો કરી શકે અને તેનો હલ નિકળી શકે.

આ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન

1.ધનિક વ્યક્તિ નિવાસ કરતા હોય

આચાર્ય ચાણક્ય એક શ્લોકના માધ્યમથી ઉલ્લેખ કરતા કહે છે કે વ્યક્તિએ એવા સ્થાન પર નિવાસ કરવો જોઈએ જ્યાં ધનીક વ્યક્તિ નિવાસ કરતા હોય, કેમ કે એવી જગ્યા પર વ્યવસાયનું વાતાવરણ સારૂ હોય છે. ધની વ્યક્તિની આસપાસ રહેવા પર રોજગાર મળવાની પણ વધારે સંભાવનાઓ હોય છે.

2. ધાર્મિક આસ્થા રાખતા હોય

આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યાં લોકો ધાર્મિક આસ્થા રાખતા હોય, લોકોમાં ભય, ડર, લાજ હોય, ત્યાં પોતાનું ઘર વસાવવું જોઈએ. આચાર્ય ચાણક્યના અનુસાર જ્યાં લોકોમાં ઈશ્વર, લોક, પરલોકમાં આસ્થા હશે ત્યાં લોકમાં સામાજિક આદર ભાવ હશે.

જ્યાંનો સમાજ મર્યાદિત હશે ત્યાં સંસ્કારનો વિકાસ થશે. માટે એવી જગ્યાઓનો વાસ કરો જ્યાં લોકોમાં ધર્મમાં આસ્થા રાખતા હોય તેમજ લોકોમાં ઈશ્વર લોક પરલોકમાં આસ્થા હોય.

3. જ્યાં કાયદા અને સમાજનો ભય હોય

આચાર્ય ચાણક્યના અનુસાર વ્યક્તિએ એવી જગ્યાએ વાસ કરવો જોઈએ જ્યાં લોકોમાં સમાજ અને કાયદાનો ભય હોય. જ્યાં કાયદો અને સમાજનો ભય ન હોય વ્યક્તિએ એવી જગ્યાએ વાસ ન કરવો જોઈએ.

4. જ્યાં આસપાસ વૈધ અને ચિકિત્સક હોય

આચાર્ય ચાણક્યના અનુસાર જ્યાં આસપાસ વૈધ કે ચિકિત્સક રહેતા હોય વ્યક્તિએ ત્યાં જ વાસ કરવો જોઈએ. કેમ કે એવી જગ્યા પર અચાનક બીમારીનો ઈલાજ કરી શકાય છે.

5. નદી

આચાર્ય ચાણક્યના અનુસાર વ્યક્તિએ એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં આસપાસ નદી કે તળાવ હોય. કેમ કે એવી જગ્યાએ પર્યાવરણ શુદ્ધ હોય છે. માટે એવી જગ્યાએ વાસ કરો જ્યાં પવિત્ર નદી વહેતી હોય અને પર્યાવરણ શુદ્ધ હોય.