અમદાવાદ-

ટોલ ટેક્સની ચુકવણી ડિજિટલ અને IT-બેઝ્ડ રીતે કરવાની રીતને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ડિસેમ્બર, 2017 પહેલા ખરીદવામાં આવેલા તમામ વાહનો માટે FASTagને અનિવાર્ય બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયે આ સંબંધમાં એક સૂચના જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, નિયમોમાં સંશોધન બાદ 1 જાન્યુઆરી, 2021થી તમામ જૂના વાહનો માટે FASTagને અનિવાર્ય બનાવવામાં આવશે. 

સરકારે નવા થર્ડ પાર્ટી વીમો લેવા માટે કાયદેસર ફાસ્ટટેગને ફરજિયાત કરી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેના માટે ફોર્મ 51(સર્ટિફિકેટ ઓફ ઈન્શ્યોરન્સ)માં ફેરફાર કરાશે. તેમાં ફાસ્ટટેગ આઈડીની ડીટેલ કેપ્ચર થશે. આ વ્યવસ્થા 1 એપ્રિલ 2021થી લાગુ થશે. તેની સાથે જ સરકારે 1 ડિસેમ્બર 2017થી પહેલાં વેચેલાં જૂનાં વાહનો એટલે કે એમ અને એન કેટેગરીનાં વાહનો(ફોર વ્હિલર) પર ફાસ્ટટેગ લગાવવું ફરજિયાત કરી દીધું છે. સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ 1989ની સુધારેલી જોગવાઈઓ અનુસાર નવી વ્યવસ્થા 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે. એટલે કે જૂનાં વાહનોમાં આ સમયગાળાથી પહેલાં સુધી ફાસ્ટટેગ લગાવવું ફરજિયાત રહેશે. માર્ગપરિવહન તથા હાઇવે મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન જારી કરી તેના ડ્રાફ્ટ પર લોકોનાં સૂચનો માગ્યાં છે. મંત્રાલય તરફથી એક નિવેદનમાં ગુરુવારે આ માહિતી આપવામાં આવી હતી.

શું ફાયદો થશે ?

- તમારે ટોલ ટેક્સ ની લાબી લાઇનથી છુટકારો મળશે. તમારે ટેક્સ ભરવા કાર ને ઊભી રાખવી નહીં પડે. 

- તમે આ ના માટે ઓનલાઈન રિચાર્જ કરવી શકો છો.

 - તમારા કેટલો ટોલ ચૂકવ્યો એને તમે દ્વારા જાણી શકશો.

 - એક ફાસ્ટટેગ ની આયુષ્ય 5 વર્ષની હશે.

 - આનથી પર્યાવરણને પણ ફાયદો થશે. પેપરની બચત થશે.