વડોદરા : કોરોનાકાળમાં શહેર પોલીસે મહત્વની ભુમિકા અદા કરી છે. પછી તે દર્દીને તકલીફ હોય તો ઇન્જેક્શન, દવાથી માંડી ઓક્સીજન પહોંચાડ્યા છે. જ્યારે કરફ્યુમાં અટવાયેલાઓને નિયત સ્થાને પણ પહોંચાડ્યા છે. બીજી તરફ આવા કપરા સમયનો ફાયદો ઉઠાવી નકલી રેમડેસિવીર, ઓક્સીજનની કાળા બજારી કરનારા તત્વોને ઝડપી પડ્યા હતાં. ત્યારે ક્રાઇમ બ્રાંચે ડુપ્લીકેટ ઇ્‌-ઁઝ્રઇ કોરોના રીપોર્ટ બનાવનારને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડુપ્લિકેટ ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ વેચવાના ચાલી રહેલા કૌભાંડનો વડોદરા ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. રાજ્ય બહાર જવા, કંપનીઓમાં રજા મેળવવા અને કંપનીઓમાં પગાર લેવા ઉપરાંત વધારાનો આર્થિક લાભ લેવા તેમજ મેડિક્લેમ સહિત વિવિધ ઉપયોગ માટે પોઝિટિવ અને નેગેટિવ ડુપ્લિકેટ રિપોર્ટ બનાવીને વચી રહેલા વારસીયા ભેજાબાજ ટ્રાવેલ્સ સંચાલકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. વી.આર. ખેરે જણાવ્યું હતું કે, વડોદરાના વારસીયા વિસ્તારમાં પટેલ પાર્કની બાજુમાં આવેલ ૧૦, હરીક્રિષ્ણા સોસાયટીમાં રાકેશ ભગવાનદાસ મીરચંદાની રહે છે અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે. કોરોનાની મહામારીમાં રાજ્ય બહાર જવા માટે નેગેટિવ ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટની જરૂર પડે છે. જેથી તેણે રાજ્ય બહાર જવા માટે પોતાના લેપટોપ ઉપર પી.ડી.એફ. એડિટર નામની વેબસાઇટનો ઉપયોગ કરીને પ્રથમ પોતાનો ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ નેગેટિવ બનાવ્યો હતો અને તે બનાવટી રિપોર્ટ લઇને રાજ્ય બહાર જઇને પરત વડોદરામાં આવવામાં સફળ રહ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું બનાવટી ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ બનાવીને રાજ્ય બહાર જઇ આવવામાં રાકેશ મીરચંદાની સફળ રહ્યા બાદ તેણે બનાવટી ઇ્‌-ઁઝ્રઇ નેગેટિવ-પોઝિટિવ રિપોર્ટ બનાવીને વેચવાનો ધંધો શરૂ કરી દીધો હતો. તેવી પાથ અને ન્યુ બર્ક લેબોરેટરીના નામે બનાવટી નેગેટિવ અને પોઝિટિવ રિપોર્ટ બનાવીને આપતો હતો. નેગેટિવ રિપોર્ટના રૂપિયા ૩૦૦થી રૂપિયા ૩૫૦ અને પોઝિટીવ રિપોર્ટના રૂપિયા ૮૦૦ રિપોર્ટ કઢાવવા માટે આવતા પાસે લેતો હતો અને રિપોર્ટનો ચાર્જ પણ ગુગલ પેથી વસુલ કરતો હતો. તેણે છેલ્લા ૧૫ દિવસમાં ૫૦થી વધુ નેગેટીવ-પોઝિટિવ બનાવટી ઇ્‌-ઁઝ્રઇ રિપોર્ટ વેચ્યું હોવાનું તેની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે.

પી.આઇ. વી.આર. ખેરે જણાવ્યું હતું કે, વારસીયામાં રહેતો રાકેશ મીરચંદાની બનાવટી બનાવટી ઇ્‌-ઁઝ્રઇ નેગેટિવ- પોઝિટિવ રિપોર્ટ બનાવીને વેચી રહ્યો છે. તેવી માહિતી મળતા પી.એસ.આઇ. એ.આર. ચૌધરી, અનાર્મ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ અને અનાર્મ લોક રક્ષક ભરતભાઇએ ડમી ગ્રાહક તૈયારી કરીને બનાવટી બનાવટી ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ રિપોર્ટ વેચવાના ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આરોપી રાકેશ મીરચંદાની અટકાયત કરીને તેની પાસેથી ૪ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.