ઢાકા-

બાંગ્લાદેશમાં સોમવારે બે બોટની ટક્કરને કારણે 25 લોકોનાં મોત નીપજ્યાં છે. સ્થાનિક પોલીસ વડા મિરાજ હોસૈન એ મીડિયાને જણાવ્યું હતું કે, અમે પાંચ લોકોને બચાવ્યા છે અને 25 મૃતદેહો મળી આવી છે. આ અકસ્માત, શિબચર વિસ્તાર નજીક પદ્મા નદીમાં ઓછામાં ઓછા 30 મુસાફરો અને રેતી ભરેલી સંપૂર્ણ બોટ સાથે બન્યો હતો. અન્ય એક પોલીસકર્મીએ જણાવ્યું કે, હજી ઘણા લોકો લાપતા છે અને ફાયર વિભાગ અને રાહત કાર્યકરો બચાવ કાર્યમાં રોકાયેલા છે. નોંધનીય છે કે બાંગ્લાદેશમાં આવી ઘટનાઓ સામાન્ય છે. નિષ્ણાતો આ અકસ્માત ને, નબળી વ્યવસ્થા અને વહાણોમાં ભીડ ને જવાબદાર ઠેરવે છે. એપ્રિલની શરૂઆતમાં, બોટ ડૂબવાના કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.