લંડન-

બ્રિટનમાં, આ રસી હવે ૧૨ થી ૧૫ વર્ષની સ્કૂલ જતા બાળકોને આપવામાં આવી રહી છે. દેશની આરોગ્ય સેવાએ રસીકરણ કાર્યક્રમના નવા વિસ્તરણ તરીકે સોમવારે ૧૨-૧૫ વર્ષની શાળાના બાળકોને કોવિડ રસી આપવાનું શરૂ કર્યું. ગત સપ્તાહે બ્રિટનના ચીફ મેડિકલ ઓફિસર દ્વારા બાળકોને રસીકરણ માટે ભલામણ કરવામાં આવી હતી. આ પછી, આ વયજૂથના લગભગ ૩૦ લાખ બાળકોને ફાઇઝર/બાયોએનટેક રસીનો એક જ ડોઝ આપવાની તૈયારીઓ કરવામાં આવી હતી.

ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડે આ અઠવાડિયે તેમની શાળાની રસીકરણ શરૂ કરી હતી, જ્યારે વેલ્સ અને ઉત્તરી આયર્લેન્ડ આગામી સપ્તાહથી આ વય જૂથના બાળકોને રસી આપવાનું શરૂ કરશે. યુકેના આરોગ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યું કે, ૧૨-૧૫ વર્ષના બાળકોનું રસીકરણ આજથી શરૂ થવું ઉત્સાહજનક છે. આ અમારા યુવાનોને કોવિડથી બચાવવા અને તેમના શિક્ષણમાં કોઈપણ મુશ્કેલી ઘટાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું કે રસીએ જીવન બચાવવા અને ચેપ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

નેશનલ હેલ્થ સર્વિસએ કહ્યું કે આ સપ્તાહે દેશભરની સેંકડો શાળાઓમાં રસીકરણ શરૂ થશે. ઉપરાંત આ અઠવાડિયે ૫૦ વર્ષથી વધુ ઉંમરના લાયક લોકોને પણ કોવિડ બૂસ્ટર માટે બોલાવવામાં આવશે, જેથી તેમને ત્રીજી માત્રા આપી શકાય. એનએચએસ કોવિડ-૧૯ રસીકરણ કાર્યક્રમ માટે જીપી અને ડેપ્યુટી લીડ નિક્કી કાનાણીએ જણાવ્યું હતું કે સરકારના ર્નિણયને પગલે અને એનએચએસ કોવિડ -૧૯ રસીકરણ કાર્યક્રમની સફળતાને જાેતા હવે આગામી થોડા દિવસોમાં અમે સેંકડો શાળાઓમાં રસીકરણ દાખલ કરવાનો ર્નિણય કર્યો છે. "એનએચએસ એ અત્યાર સુધીમાં ૭.૭ કરોડથી વધુ ડોઝનું સંચાલન કર્યું છે.