ગાંધીનગર

યુગાન્ડાના હાઈકમિશનર શ્રીયુત ગ્રેસ અકેલોએ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે આજે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી હતી. 


આ મુલાકાતમાં મુખ્યમંત્રીએ શ્રીયુત ગ્રેસેનું સ્મૃતિ ચિન્હ આપીને સન્માન કર્યું હતું. જ્યારે શ્રીયુત ગ્રેસે “યુગાન્ડા-ભારતના રાજદ્વારી સંબંધોના ૧૦૦ વર્ષ” વિષયક પુસ્તક મુખ્યમંત્રી રૂપાણીને સ્મૃતિરૂપે ભેટ આપ્યું હતું. 


મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલ આ મુલાકાત પ્રસંગે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ  રાજીવ ગુપ્તા, મુખ્યમંત્રીના સચિવ  અશ્વિનીકુમાર, ઉદ્યોગ કમિશનર, ઈન્ડેક્ષ-બીના એમ.ડી., MSME કમિશનર તેમજ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ  પરાગ તેજુરા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.