બનાસકાંઠા એલસીબીએ થરાદ નજીકથી રૂ.૨.૪૬ લાખનો દારૂ ભરેલી જીપ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.એલસીબીના વદુજી તથા ઓખાભાઇ સહિતની ટીમને મળેલી બાતમીના આધારે થરાદના લોઢનોર પાસે નાકાબંધી કરી એક સ્કોર્પીઓ જીપ આવતાં તેને ઉભી રખાવી તલાશી લેતાં તેમાંથી ૨૫ પેટીમાં રહેલ તથા છુટી મળીને કુલ ૨૪૨૮ બોટલ કિ.રૂ.૨,૪૬,૧૬૦નો દારૂ તથા જીપ, મોબાઇલ નંગ-૨, મળી કુલ રૂ.૪,૫૧,૬૬૦નો મુદ્દામાલ કબજે લીધો હતો.