/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

બિટકોઇન આપવાના બહાને ભેજાબાજે૧૫.૨૭ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરી

વડોદરા, તા.૧૦

વડોદરા શહેરના આર.વી.દેસાઇ રોડ પર રહેતા બિઝનેસમેનને બિટકોઇન આપવાના નામે ઓનલાઇન ૧૫ લાખ ૨૭ હજાર ૧૬૭ ટ્રાન્સફર કરાવી ઠગાઇ કર્યાંની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.ભેજાબાજે કહ્યુંઃ ૨૦ હજાર ડોલરનું રોકાણ કરવુ પડશે તેમ કહીને ઠગાઈ કરતા શહેર પોલીસની સાઈબર ક્રાઈમ દ્વારા તપાસ હાથ ઘરાઈ છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડોદરાના આર.વી.દેસાઇ રોડ પર આવેલા ગંગોત્રી એપાર્ટમેન્ટ એનેક્ષી ટાવરમાં રહેતા ૭૦ વર્ષના રમણલાલ અંબલાલ વ્યાસ સીટરૉન ઓર્ગેનીસ લિમિટેડ નામની કંપનીના માલિક છે.તેમણે ગત એપ્રિલ ૨૦૨૦માં ગૂગલ પર સર્ચ કરતા તેમને એબોમ ઓફશોર નામની કંપની વિશે માહિતી મળી હતી અને આ કંપની બિટકોઇ વેચતી હોવાનું જણાવા મળ્યું હતું. જેથી રમણલાલ વ્યાસે આ કંપનીના માલિક અમ્રીતેન્દુ ભટ્ટાચાર્યનો ફોન પર સંપર્ક કર્યો હતો. જ્યારે એબોમ ઓફશોર નામની કંપની ના અમ્રીતેન્દુએ પોતાની ઓફિસ કોલકાતા અને લંડનમાં હોવાનું જણાવી એક બિટકોઇ પેટે ૭ લાખ ૩૨ હજારનો ભાવ ગણાવી ૨૦ હજાર ડોલરનું રોકાણ કરવું પડશે તેમ જણાવ્યું હતું.

જેથી વડોદરાના વેપારી રમણલાલ વ્યાસે અમ્રીતેન્દુએ જણાવેલ બેંકના ખાતામાં મે ૨૦૨૦માં ૩ લાખ ૭૯ હજાર ૫૦૩ એનઈએફટી દ્વારા ઓનલાઇન તેમજ બીજા ૧૧ લાખ ૪૬ હજાર ૬૫૮ અને ત્યાર બાદ સમયાંતરે ૮૬ હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કર્યાં હતા. જાે કે,ઓનલાઈન ટ્રાન્સફર થી રૂા. ૧૫.૨૭ લાખં મેળવી લીઘા બાદ અમ્રીતેન્દુ નામના શખ્સે સામે માત્ર ૮૦ હજારના બિટકોઇન આપ્યા હતા પણ બાકીના બિટકોઇન આપ્યા ન હતા.જાેકે,વડોદરાના વેપારીને નાણાં ટ્રાન્સફર કરવી લીઘા બાદ માત્ર ૮૦ હજારના બીટકોઈન આપી ઠગાઈ થયાનુ જણાતા આ મામલે રમણલાલ વ્યાસે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.છેતરપીંડીના આ બનાવની તપાસ સાઈબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઈ.બી.એન.પટેલે હાથ ઘરી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution