અમદાવાદ-

કેન્દ્રીય આરોગ્ય પરધન મનસુખ માંડવિયા 29 ઓગષ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતેના પ્લાન્ટની મુલાકાત કરશે અને ગુજરાતમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને રિલીઝ કરશે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે 29 ઓગષ્ટે ગુજરાત પહોંચશે. તેઓ કોરોનાની વેક્સિન – COVAXIN બનાવતી કંપની ભારત બાયોટેકના અંકલેશ્વર ખાતે આવેલા પ્લાન્ટની મુલાકાત કરશે. ભારત બાયોટેકે ગુજરાતના અંકલેશ્વર ખાતે પોતાનો COVAXIN બનાવવાનો નવો પ્લાન્ટ કાર્યરત કર્યો છે . આ પ્લાન્ટમાં બનેલી COVAXIN ની સૌપ્રથમ બેચને આવતીકાલે આરોગ્યપ્રધાન દ્વારા રિલીઝ કરવામાં આવશે.