દિલ્હી-

કેન્દ્ર સરકારે અનલોક 5 માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. જેની હેઠળ 15 ઓક્ટોબરથી સિનેમા થિએટર, મલ્ટીપ્લેક્સને તેમની બેઠક ક્ષમતાના 50 ટકા સુધી ખોલવાની પરવાનગી હશે. તેના માટે આઈબી મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે. ત્યારે સ્વિમિંગ પૂલનો ઉપયોગ સ્પોર્ટસપર્સનની ટ્રેનિંગ માટે અને એન્ટરટેઈનમેન્ટ પાર્કને પણ 15 ઓક્ટોબરથી ફરીથી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

તા. 15 ઓક્ટોબર પછી સ્કુલો અને કોચિંગ સંસ્થાઓને ફરીથી ખોલવા માટે રાજ્ય સરકારને નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. માતા-પિતાની સહમતિ જરૂરી છે. સામાજિક, શૈક્ષણિક, રમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય સંમેલન અને અન્ય મંડળીઓને કન્ટેન્મેન્ટ ઝોનની બહાર 100 વ્યક્તિઓથી વધારેની ક્ષમતા સાથે મંજૂરી હશે. 31 ઓક્ટોબર સુધી કન્ટેન્મેન્ટ ઝોનમાં લોકડાઉન કડક રીતે લાગૂ રહેશે.