વડોદરા,તા. ૧૮

શહેરના ખાસવાડી સ્મશાન ગૃહ અને અન્ય કેટલાક સ્મશાન ગૃહોમાં હાલમાં જલારામ સેવાશ્રમ ટસ્ટ દ્વારા લાકોના ખર્ચે ગેસ ચીતાઓની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ ગેસ ચીતાઓના કારણે પર્યાવરણનો બચાવ થાય. આ ગેસ ચીતાની સુવિધા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વિનંતિથી ચાલુ કરવામા આવેલ છે જેનો વર્ષોથી નિયમિત ધોરણે ઉપયોગમાં કરવામાં આવે છે. હાલમાં વડોદરાના બહુચરાજી ખાસવાડી સ્મશાન ગૃહમાં વડોદરા કોર્પોરેશન દવારા મોટા પાયે રીનોવેશનની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં કોર્પોરેશન દ્વારા ટ્રસ્ટને તેમજ જાહેર જનતાને કોઈ પણ જાતની જાણ કર્યા વગર તમામ ગેસ ચીતાઓ બંધ કરી દીધી છે.

જાેકે, ગેસ ચીતાઓ બંધ કરાતા અગ્નિ સંસ્કાર વિધિમાં લોકોને ધણી તકલીફ પડે છે. આ અંગે અગાઉ તકલીફને દુર કરવા ગેસ ચીતાઓને ચાલુ રાખી રીનોવેશનની કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી હોવા છતાં કોરપોરેશન દવારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરિણામે અગ્નિ સંસ્કાર વિધિમા કાર્યરત સેવકોને લોકો સાથે વારંવાર બોલાચાલી થાય છે. હાલમાં સંસ્થાની જાણ મુજબ વડોદરા કોર્પોરેશન દ્વારા આ તમામ ગેસ ચીતાઓ ટ્રસ્ટને જાણ કર્યા વિના ત્યાંથી તોડી નાખવાની કાર્યવાહી ચાલૂ કરવામાં આવનાર છે. તો આ અંગે કોર્પોરેશનના લાગતા વળગતા વિભાગ દવારા તાત્કાલિક ધોરણે તોડફોડની કાર્યવાહી બંધ કરી લોકોનેે કોઈ તકલીફો ન પડે તે રીતે રીનોવેશનની કાર્યવાહી કરવાની જરુર છે. આ ઉપરાંત ગોરવા સ્મશાનમાં જે ગેસ ચીતા સંસ્થા દ્વારા સ્થાપીત કરેલ હતી તેને પણ લાબાં સમયથી કોરપોરેશન દવારા કોઈ કારણ વિના બંધ કરેલ છે. તેને પણ શરૂ કરવા માગ છે