વડોદરા -

અનેક વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને ચોરીના બે વાહનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કુલ રૂા.૨.૧૦ લાખનો મુદ્‌ામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ગોલ્ડન ચોકડી પાસેથી એક વાહનચોર ચોરીની મનાતી રિક્ષા સાથે પસાર થવાનો છે એ સમયે વોચ ગોઠવી રાજુભાઈ શંકરભાઈ રાજપૂત (રહે. સુખલીપુરા ગામ, ભાથુજી મંદિર પાસે)ને રિક્ષા સાથે ઝડપી પાડયો હતો એની પૂછપરછમાં એને ત્રણ જુદા જુદા સ્થળ ઉપરથી વાહન ચોર્યાની કબૂલાત કરી હતી. પોલીસે કબજે કરેલા મુદ્‌ામાલમાં એક ઓટોરિક્ષા કિંમત રૂા.૧.૫૦ લાખ, હીરો ડીલક્સ મોટરસાઈકલ કિંમત રૂા.૬૦,૦૦૦ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.