સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજની કામગીરી આખરી તબક્કામાં છે ત્યારે આજે મેયર, મ્યુનિ.કમિશ્નર સહિત પાલિકાના હોદ્દેદારો અને સીટી એન્જીનિયર સહિત અઘિકારીઓએ કોન્ટ્રાક્ટરને સાથે રાખીને બ્રીજની આખરી તબક્કાની ચાલી રહેલી કામગીરીની મુલાકાત લીઘી હતી.અને ક્યાં શુ કરવુ જાેઈએ, શુ કામ બાકી છે તે માટેના જરૂરી સુચના આપી હતી. મેયર કેયુર રોકડિયાએ કહ્યુ હતુ કે, બ્રીજના લોકાર્પણ પહેલા કામગીરીનુ ચેકીંગ કર્યુ હતુ. બ્રીજ ની કામગીરી આગામી ચાર-પાંચ દિવસમાં થઈ જશે. બાદમાં તબક્કાવાર બ્રીજની નિચે કાર્પેટીંગ, પેવર બ્લોક, બ્યુટીફીકેશન વગેરેની કામગીરી કરાશે.સંભવતઃ બ્રીજનુ લોકાર્પણ તા.૨૫મી ડિસેમ્બર કે તેની આસપાસ કરવા માટેની કાર્યવાહી પાલિકા તંત્ર દ્વારા હાથ ઘરવામાં આવી છે.