વડોદરા-

કોરોના સામે અભૂતપૂર્વ લડત આપવાની સાથે છેલ્લા છ મહિના માં રાજ્યમાં રૂ.૧૧ હજાર કરોડના વિકાસ કામો ના લોકાર્પણ ખાતમુહૂર્ત સંપન્ન કરી ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી છે. ત્યારે રાજયના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગરથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની જન સુખાકારી અને સુવિધાના અંદાજે રૂ.૨૩૨ કરોડના કામોનું ઇ લોકાર્પણ ઈ શુભારંભ અને ઈ ખાતમુહૂર્ત નો ડિજિટલી પ્રારંભ કરાવ્યો હતો. વડોદરાને રૂ.450 કરોડ થી વધુ રકમના વિકાસ કામોનો લાભ આપ્યો છે.કોંગ્રેસ શાશન માં ફૂટી કોડી ના મળતી અને લોકો વિકાસથી વંચિત રહેતા. અમે વિકાસની સરવાણી સમગ્ર રાજ્યમાં વહાવી છે. શહેરી ગૃહ નિર્માણ અને નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે વડોદરાને વિકાસની અભૂતપૂર્વ સુવિધા નાણાકીય સહાયતા ના રૂપમાં આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને ધન્યવાદ આપ્યાં હતાં. તેમણે જણાવ્યું કે ૧૦૦ વર્ષ જૂના પ્રતાપપુરા સરોવરને ઊંડું કરવામાં આવે અને પાળાની સુધારણા કરાય તો આજવા સરોવર દ્વારા વડોદરાને બારેમાસ પૂરતું પાણી મળે. વડોદરા મહાનગર પાલિકા એ આ કામગીરી માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે.તેના અનુસંધાને યોગ્ય આયોજન માટે નર્મદા વિકાસ અને સિંચાઇ વિભાગ સાથે આવતા મંગળવારે બેઠક બોલાવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યની તમામ મહાનગર તેમજ નગર પાલિકાઓ ને દિવાળી પહેલા વરસાદ થી તૂટેલા અને નુકશાન પામેલા રસ્તાની સુધારણા કરવા સુચના આપી છે જેને માટે જરૂરી નાણાં રાજ્ય સરકાર આપશે. તેમણે વધુમાં જણાવ્યું કે શહેરી રસ્તાઓ પર કચરો ફેંકનારા દુકાનદારો અને ફેરિયાઓ પાસે થી સૂચના પ્રમાણે શહેરના વોર્ડ અધિકારીઓ દંડ વસૂલી રહ્યાં છે.આ લોકોને છેક અંદરના ભાગોની મુલાકાત લઈ કચરો ફેંકનારા પાસે થી દંડ વસૂલ કરવા અનુરોધ કરું છું.