વલસાડ-

બગવાડા હાઇવે પર ડુપ્લિકેટ ઈ-વે બિલ પર દારૂની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડુપ્લિકેટ ઈ-વે બિલની તપાસ દરમિયાન ઝડપાયેલા કન્ટેનરમાંથી અંદાજે રૂપિયા 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પારડી પોલીસે વિદશી દારૂ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બગવાડા નેશનલ હાઇવે પર GST વિભાગની ટીમ ચેકિંગમાં હતી, તે સમય દરમિયાન કન્ટેનરને અટકાવી, જેમાં ભરેલા સામાન અંગે બિલના પુરવાની તપાસ કરી હતી.

આ દરમિયાન આ કન્ટેનરનો ચાલક GST ટીમને જરૂરી કાગળો અને બિલો આપી લઘુશંકાના બહાને ભાગી નીકળ્યો હતો અને તપાસ દરમિયાન ઇ-વે બિલ પણ ડુપ્લિકેટ જણાયું હતું. અટકાવેલા કન્ટેનરની તપાસ લેતા GST વિભાગની ટીમ પણ ચોંકી ગઈ હતી. આ કન્ટેનરમાં ભરેલા સામાનના E-Way બિલમાં દર્શાવવામાં આવેલી કોઈ વસ્તુ નહીં, પરંતુ વિદેશી દારૂની મોટો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. આ કન્ટેનરમાંથી અંદાજે 23 લાખનો દારૂ હાથ લાગ્યો હતો. પોલીસે 10 લાખનું કન્ટેનર અને દારૂ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ ટ્રકમાંથી નકલી ઇ-વે બિલ કૌભાંડની સાથે ચતુરાઈપૂર્વક વિદેશી દારૂના હેરફેરી કરનારાઓને ઝડપી પાડવા પારડી પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. બગવાડા હાઇવે પર ડુપ્લિકેટ ઈ-વે બિલ પર દારૂની હેરાફેરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડુપ્લિકેટ ઈ-વે બિલની તપાસ દરમિયાન ઝડપાયેલા કન્ટેનરમાંથી અંદાજે રૂપિયા 23 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પારડી પોલીસે વિદશી દારૂ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.