/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વિક્કી સરદાર ઉદય૫ુરથી ઝડપાયો

વડોદરા : આંતરરાષ્ટ્રીય બોગસ માર્કશિટ કૌભાંડના માસ્ટર માઈન્ડ કહેવાતા વિક્કી સરદારને પીસીબીએ ઝડપી પાડયો છે. પોલીસે તપાસ વધુ લંબાવતાં એની નીચે રેલો આવશે એવું માની વિક્કી દિવાળીના દિવસોમાં જ રાજસ્થાન ભાગી છૂટયો હતો. જેના મોબાઈલ લોકેશનના આધારે ઉદયપુરની એક વૈભવી હોટેલમાંથી પીસીબીની ટીમે ઝડપી પાડી આજે સવારે વડોદરા લઈ આવી હતી. એક સમયે ઉચ્ચ અધિકારીઓના સંપર્કને કારણે પોલીસ વિભાગને ખિસ્સામાં લઈને ફરતો હોવાનો વહેમ રાખતો વિક્કી સરદારને વડોદરા પોલીસની ટીમ જાેઈ ભાંગી પડયો હતો. 

ક્રિકેટનો સટ્ટો ઝડપાતાં પીસીબીને બગાસુ ખાતાં પતાસુ મળ્યું હતું એવા બોગસ માર્કશિટ કૌભાંડ હવે આંતરરાષ્ટ્રીય હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસના ખાસ મનાતા વિક્કી સરદારની મેઘાલયમાં આવેલી વિલિયમ કેરી યુનિવર્સિટી સુધી તપાસનો રેલો લંબાશે. પોલીસે ઝડપેલા ત્રણની પૂછપરછ દરમિયાન બોગસ માર્કશિટો અને ડિગ્રી સર્ટિફિકેટોના આધારે અનેક વિદ્યાર્થીઓ પરદેશ પહોંચી ચૂકયા છે. ત્યારે પીસીબી જાે તપાસ કરે તો કરોડો રૂપિયાની લેતીદેતીના વ્યવહારો પણ બહાર આવી શકે એમ છે.

સટ્ટામાં ઝડપાયેલા એક જુગારીના મોબાઈલ ફોનમાંથી બોગસ માર્કશિટનંુ કૌભાંડ ઝડપાયું હતું. જેની તપાસમાં મહારાષ્ટ્રના દિલીપ મોહિતેને ઝડપી લાવી એની પૂછપરછ દરમિયાન વડોદરાના ત્રણ એજન્ટો રેહાન, કબીર અને ભરૂચના સિરાજ સાથેના સંપર્કો બહાર આવ્યા હતા. એમની ઓફિસ ઉપર દરોડો પાડવામાં આવતાં ત્યાંથી મળેલી ૫૦૦ જેટલી બોગસ માર્કશિટોમાં વિક્કી સરદારની મેઘાલયમાં આવેલી વિલિયમ કેરી યુનિવર્સિટીના સર્ટિફિકેટ અને માઈગ્રેશન સર્ટિ.ની માર્કશિટો મળી આવી હતી.

દિલીપ મોહિતેના જણાવ્યા અનુસાર પીસીબી પોલીસે ગત તા.ર૧ નવેમ્બરના રોજ ફતેગંજ વિસ્તારના બ્લ્યુ ડાયમંડ એપાર્ટમેન્ટમાં આવેલ રેહાન સિદ્દીકીની ઓફિસ અને ભરૂચ ખાતેના જય કોમ્પલેક્સમાં આવેલ સિરાજ સૈયદની ઓફિસ મળી બંને ઓફિસમાં દરોડો પાડયો હતો. પોલીસે બંને ઓફિસમાં તપાસ કરતાં અલગ અલગ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડની માર્શિટ, ભારતની વિવિધ યુનિવર્સિટીની માર્કશિટ, ડિગ્રી સર્ટિફિકેટ, સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી, મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી, માસ્ટર ઓફ કોમ્પ્યૂટર અને વિવિધ માસ્ટર ડિગ્રીના સર્ટિફિકેટ તેમજ માઈગ્રેશન સર્ટિફિકેટો મળી પ૦૦થી વધુ સર્ટિફિકેટો મળી આવ્યા હતા.

૫૦૦થી વધુ સર્ટિફિકેટ મળી આવતાં પોલીસે રેહાન અબ્રાર અહેમદ સિદ્દીકી (રહે. યોગકુટિર, તાંદલજા), કબીર મોહંમદ ફારૂક બાદશાહ (રહે. મોગલવાલા, વાડી) અને સિરાજ તાજુદીન સૈયદ (રહે. જૂની કોર્ટ, ભરૂચ)ની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. રેહાન સિદ્દીકી મીમ ઈન્સ્ટિટયૂટ ફોર મેનેજમેન્ટ ટેકનિકલ સ્ટડી નામની ઓફિસ ચલાવતો હોવાથી તેના દ્વારા આપવામાં આવેલ ડિગ્રી સર્ટિફિકેટથી કેટલા લોકો વિદેશમાં અભ્યાસ તેમજ નોકરી કરવા ગયા છે તે અંગે તપાસ કરવાની બાકી છે. જેથી ગોત્રી પોલીસના ગુનામાં ધરપકડ થયેલ રેહાન સિદ્‌ીકીનું ટ્રાન્સફર વોરંટ મેળવી ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં ધરપકડ કર્યા બાદ રેહાન પાસેથી ડુપ્લિકેટ સર્ટિફિકેટ મેળવી વિદેશ અભ્યાસ તેમજ નોકરી કરવા કોણ કોણ ગયું છે તે અંગે તપાસ કરવામાં આવશે. રાજસ્થાનના ઉદયપુરથી વડોદરા લવાયેલ વિક્કી વાલિયા (સરદાર)ને પીસીબીએ કોરોનાની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો છે જેનો રિપોર્ટ આવતાં જ એની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું છે.

બોગસ માર્કશિટ કૌભાંડમાં અગાઉ ઝડપાયેલા રેહાન, કબીર અને ભરૂચના સિરાજની ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર વિક્કી સરદાર જ હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે જેમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ છે.

પો.અધિકારીએ વિક્કી સરદાર સાથેના સંપર્કો કાપી નાખ્યા?

માર્કશિટ કૌભાંડમાં જે ઉચ્ચ પોલીસ અધિકારી સાથેના સંપર્કોને કારણે વિક્કીને મોકળું મેદાન મળતું હતું એ ઉચ્ચ પોલીસ અધિકારીની વડોદરાથી બદલી થઈ ગઈ છે. તાજેતરમાં ગોત્રી પોલીસ મથકે નોંધાયેલી કહેવાતા બળાત્કારની ફરિયાદ બાદ પોતાની ઉપર છાંટા ઊડશે એવી પરિસ્થિતિ સર્જાતાં એ ઉચ્ચ પોલીસ અધિકારીએ વિક્કી સરદાર સાથેના સંપર્કો કાપી નાખ્યા છે અને પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવાની છૂટ આપી હોવાનું કહેવાય છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution