શ્રીનગર-

પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પૂર્વ વડા ફારૂક અબ્દુલ્લાનો એક વિડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેઓ કહે છે કે, ચારેબાજુ કોરોનાનો ડર ખૂબ ફેલાયો છે. હવે વેક્સીન તો આવી ગઈ છે, પણ હજી લોકોમાંથી ધાક જતો નથી. ત્યાં સુધી કે હું લોકો સાથે હાથ મિલાવવાથી ડરું છું. એટલું તો ઠીક મારી પત્નિને પણ કીસ કરતાં ડરું છું.

તેમણે ત્યાં સુધી કહ્યું હતું  કે, આ સ્થિતિ એવી છે કે કોઈ હાથ મિલાવે કે ગળે લગાડે તો પણ ડર લાગે છે. તેઓએ એટલે સુધી કહ્યું કે હું મારી પત્નીને કિસ પણ કરી શકતો નથી. ગળે લગાવવાનો તો સવાલ જ નથી પણ દિલ એવું ઈચ્છે છે. હું આ ઈમાનદારી સાથે કહી રહ્યો છું.તેઓએ આ કાર્યક્રમમાં એમ પણ કહ્યું છે કે કોરોનાની વેક્સિન આવી ગઈ છે પણ આ સમયે જ જણાવશે કે તે કેટલી અસરકારક છે. અલ્લાહ કરે આ બીમારી જલ્દી ખતમ થઈ જાય. આજકાલ તો હાથ મિલાવવાથી અને કોઈને ગળે લગાવવાથી પણ ડર લાગી રહ્યો છે. અહીં હાજર દર્શકો આ વાતથી ખૂબ હસ્યા હતા. તેમની ટિપ્પણીનો એક વીડિયો ક્લિપ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.જૂઓ વિડિયો-