દિલ્હી-

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે ભારત-ચીન સરહદ તણાવને લઇને સંસદમાં નિવેદન આપ્યું છે.ચીન વિવાદ પર સંસદમાં રાજનાથસિંહનું નિવેદન આપતા કહ્યું હતું કે, ચીન દ્વારા ગત વર્ષે મોટી સંખ્યામાં ગોળા-બારુદ એકઠો કરવામાં આવ્યો હતો. જો કે આપણી સેનાએ ચીનને યોગ્ય જવાબ આપ્યો છે. સપ્ટેમ્બરમાં બંને પક્ષે એક-બીજા સાથે વાતચીત કરી. LAC પર યથાસ્થિતિ ઉભી કરવી એ જ આપણું લક્ષ્‍ય છે. જો કે રક્ષામંત્રીએ કહ્યું ચીને 1962ના સમયથી ઘણા ખરા ભાગ પર કબ્જો કરી લીધો છે. ભારતે ચીનને સરહદ પર સ્થિતિને લઇને સંબધો પર અસર પડવાની વાત કરી છે. આ સાથે એક ઈંચ જમીન પણ અમે કોઈને નહિ આપીએ, ચીન સાથે વાતચિત ચાલી રહી છે.