દિલ્હી-

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે સમગ્ર દેશમાં ગયા અઠવાડિયે નોંધાયેલા કોરોના વાયરસના 69 ટકા કેસ એક રાજ્ય કેરળના છે. બીજી લહેર હજી પૂરી થઈ નથી. હજુ પણ 42 જિલ્લા એવા છે જ્યાં દરરોજ કોરોનાના 100 થી વધુ કેસ નોંધાય છે. કેરળમાં એક લાખથી વધુ સક્રિય કેસ છે.મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સક્રિય કેસ 10,000 થી એક લાખની વચ્ચે છે. આ 9 મો સપ્તાહ છે જ્યારે દેશમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર 3%કરતા ઓછો રહ્યો છે. દેશના 38 જિલ્લાઓમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર 5-10% ની વચ્ચે છે. તેમણે કહ્યું કે દેશની પુખ્ત વસ્તીના 54% લોકોને રસીનો એક જ ડોઝ મળ્યો છે. દેશની 16% પુખ્ત વસ્તીને રસીના બંને ડોઝ મળ્યા છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે સમગ્ર દેશમાં ગયા અઠવાડિયે નોંધાયેલા કોરોના વાયરસના 69 ટકા કેસ એક રાજ્ય કેરળના છે. બીજી લહેર હજી પૂરી થઈ નથી. હજુ પણ 42 જિલ્લા એવા છે જ્યાં દરરોજ કોરોનાના 100 થી વધુ કેસ નોંધાય છે.