પટના-

નેતાઓ ક્યારેક સામાન્ય પ્રજાને ગણકારતા નથી. પરંતુ ક્યારેક તેમને ભારે પડી જાય છે. બિહારમાં આમ પ્રજાની સામે મસલ્સ પાવર વાપરતા એક નેતાને આમ જ ભારે પડી ગયું હતું.  રવિવારે જનતા દળ યૂનાઇટેડ ધારાસભ્ય ગોપાલ મંડળને ભાગલપુરમાં ગ્રામીણોને બંધક બનાવી લીધા હતા. ગામલોકોએ આરોપ લગાવ્યો છે કે ગોપાલ મંડલ 20 એકરની જમીનનો કબજો કરવા માટે પહોંચ્યા હતા. આ ઘટનાને બાબતે સોમવારે ગોપાલ મંડલને જ્યારે પત્રકારોએ સવાલ પૂછ્યો તો તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું. 

જેડીયૂ ધારાસભ્ય ગોપાલ મંડલે દાદાગીરી કરતા કહ્યું હતું કે, ગોપાલ મંડલ જો બંધક બન્યો તો સમજો મરી ગયા, વધુ લાઠીબાજ ગામલોકો ન હતા, બનિયા સૌ મારી સામે ટકશે? એક વખત અમે લાઠી પકડી લઇશું તો કેટલાક આદમીને ઢાળી દઇશું, લડાકૂ આદમી તો અમે છીએ જ, અમારી પાસે તો હંમેશા રિવોલ્વર રહે છે, જરૂર પડશે તો ઠોકી દઇશું.

જેડીયૂના ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું કે, ઘટના સ્થળે શું થાય છે તે અમે શું બતાવીશું, બની શકે કે આક્રોશમાં અમે જ તે લોકોને મારી દઇએ, તે જમીન અમે 9 મહિના પહેલા ખરીદી હતી અને ત્યાં શાળા બનાવવા માંગતા હતા પરંતુ ત્યાં ગામલોકોએ પોતાનું બાંધકામ કરી લીધું છે. વિધાનસભા 24 તારીખે પૂર્ણ થઇ રહી છે જ્યારબાદ અમે તેમને કહ્યું કે, અમે આવીશું અને સૌ પોતાની જમીનના કાગળ બતાવવા માટે તૈયાર રહે. 

જેડીયૂ ધારાસભ્ય ગોપાલ મંડલે કહ્યું કે, જો જમીનનો ટુકડો મારા નામ પર નિકળશે તો અમે બુલડોઝર મંગાવીને તેમના ઘર તોડી નાખીશું. અમે તો માણસને તોડી દઇશું, જમીન શું છે? જો જમીન ગામલોકોની નિકળશે તો અમે હાથ જોડીને ત્યાંથી ચાલ્યા જઇશું. અમને જમીન એવી જગ્યાએ નથી જોઇતી.