દિલ્હી-

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં છેલ્લા અમુક મહિનાઓમાં થયેલા તીવ્ર વધારાએ ઘણા ભારતીય નાવિકોની નોકરીઓને જાેખમમાં મૂકી દીધી છે. ઘણા દેશ ભારતીય નાવિકોને પોતાને ત્યાં નોકરીએ રાખવાનુ ટાળી રહ્યા છે. વળી, ઘણા દેશોએ કોરોના વાયરસના ડરથી તેમને એક્સટેંશનને વધારવાનો ઈનકાર કરી દીધો છે. ૪૪ વર્ષીય એક નાવિક કે હોંગકોંગની એક શિપિંગ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે તે કહે છે કે તે એપ્રિલ સુધી ૪ મહિનાની રજા લઈને પોતાના ગૃહ રાજ્ય ગોવા આવ્યા હતા પરંતુ તેઓ હજુ પણ અહીં ફસાયેલા છે કારણકે અમુક શિપિંગ કંપનીઓએ ભારતમાં ઝડપથી વધતા કોરોના કેસોના કારણે અહીંના સ્ટાફને રાખવાની મનાઈ કરી દીધી હતી.

તેમણે કહ્યુ કે શિપિંગ કંપનીઓનો આ ર્નિણય બ્રિટન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સહિત ૨૪થી વધુ દેશો દ્વારા ભારતથી આવનારા યાત્રીઓ પર પ્રતિબંધ લગાવવા અને કંપનીઓને માલવાહક જહાજાે પર વર્તમાન શ્રમિકો હટાવવાથી રોક્યા બાદ સામે આવ્યો છે. ચીન, સિંગાપુર અને સંયુક્ત આરબ અમીરાતના ઘણા પ્રમુખ બંગરોએ પણ ભારતથી આવતા જહાજાે માટે ચાલક દળના પરિવર્તન પર રોક લગાવી દીધી છે.

નાવિકે આગળ કહ્યુ કે તેમની કંપનીએ તેને કહ્યુ છે કે જાે તમારે નોકરી પર આવવુ હોય તો પહેલા વેક્સીન લગાવવી પડશે. તેમણે કહ્યુ કે એપ્રિલમાં મે વેક્સીનનો પહેલો ડોઝ લગાવવા માટે સરકારી એપ પર બુકિંગ કર્યુ પરંતુ મને આ(મે) મહિનાનો સ્લૉટ મળ્યો. તેમણે કહ્યુ કે ભારતમાં માત્ર ૩.૫ ટકા લોકોનુ જ રસીકરણ થયુ છે અને તેને બીજાે ડોઝ લેવા માટે હજુ ઓગસ્ટ સુધી રાહ જાેવી પડશે. તેણે આગળ કહ્યુ કે, 'ભારત સરકારે ગયા વર્ષે કહ્યુ હતુ કે નાવિક પ્રમુખ કાર્યકર્તા છે પરંતુ તો પછી અમને વેક્સીન માટે પ્રાથમિકતામાં કેમ રાખવામાં નથી આવ્યા. મને હવે મારી નોકરી જવાનો ડર લાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત ચીન, ફિલિપાઈન્સ, રશિયા અને યુક્રેન બાદ નાવિકોનુ દુનિયાનુ પાંચમુ સૌથી મોટુ આપૂર્તિકર્તા છે. લગભગ ૫૦ હજાર જહાજાે પર સવાર ૧૭ લાખ નાવિકોમાંથી ૨૪૦,૦૦૦ ભારતીય છે. મીડિયા રિપોર્ટ મુજબ લગભગ ૧૪ ટકા ભારતીય નાવિકોને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે જ્યારે માત્ર ૧ ટકા લોકોને કોરોનાના બંને ડોઝ લાગ્યા છે. શિપિંગ કંપનીઓએ એ નાવિકોને ભરતી કરવાથી બેન કરી દીધા છે જેમને કોરોનાની વેક્સીન નથી લાગી.