મોડાસા : મોડાસા તાલુકાના જીવણપૂરના કોરોના દર્દીના સબંધી દ્વારા એક ઘટસ્ફોટ કર્યો છે જેમાં દર્દીના સગાઓએ લોકો પાસે હાથ જોડી રૂપિયા ભેગા કરી લાખો રૂપિયાની દવાઓ દર્દી માટે કરાવી હતી છતાં પણ દર્દીઓનો જીવ પરિવારજનો બચાવી શક્યા ન હતા.સવાલ અહીં એ થાય છે કે સરકાર કોરોના દર્દીઓની સારવારનો ખર્ચ આપતી હોવાનો દાવો કરે છે તો કોરોના દર્દીઓ માટેની દવાઓનો જથ્થો ક્યાં જાય છે ? અનેક પ્રશ્નો વચ્ચે કોવીડ હોસ્પિટલના ડોકટરો દર્દીઓના સગાઓને દવાની ચીઠ્ઠી પકડાવી ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે. 

શ્રીમંત લોકો અદ્યતન સુવિધા સાથે કોરોના સારવાર કરાવીને જીવ બચાવી લે છે પણ ગરીબ વ્યક્ત દવાઓના લાખોના ખર્ચને વેઠી શકતો નથી અને મોતને ભેટે છે આજ પ્રકારની ગુજરાતમાં કોરોનની વાસ્તવિકતા છે. મોડાસાની ટ્રસ્ટ સંચાલિત બિલ્ડિંગમાં ચાલતી કોવિડ હોસ્પિટલમાં એક કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે અને બાયડની વાત્રક હોસ્પિટલમાં પણ ૭૫ લાખ રૂપિયાની રકમની ચુકવણી થઇ નથી જેથી ટ્રસ્ટ સંચાલિત મેડિકલમાં કોરોનનો રાહતનો જથ્થો ઉપલબ્ધ નથી હવે આ સંજોગોમાં ગરીબ પરિવારો દવા ન કરાવી શકવાના કારણે ભગવાન ભરોસે દર્દીઓને મૂકી રહ્યા છે અને તંત્ર માત્ર તપાસની મુદ્રા ઘટનાક્રમ નિહાળી રહ્યું છે.