પેરિસ

નેમારે પેરિસ સેન્ટ જર્મન (પીએસજી) સાથે કરાર ૪ વર્ષ માટે વધાર્યો છે, જેનો અર્થ છે કે બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર ૨૦૨૫ સુધી ક્લબ સાથે જોડાયેલ રહેશે. આ સાથે જ તેની બાર્સિલોના પરત ફરવાની અફવા પણ સમાપ્ત થઈ ગઈ છે. આ ૪ વર્ષ દરમિયાન નેમારને કુલ ૧૦૪ મિલિયન ડોલર મળશે. એટલે કે દરેક સીઝન દીઠ ૨૬ મિલિયન ડોલર.

૨૬ કરોડ પાઉન્ડ ભારતીય રૂપિયામાં ૨૬૭ કરોડ રૂપિયા જેટલા છે. આ સંદર્ભમાં નેમારને વિશ્વના સૌથી મોંઘા ક્રિકેટ બોર્ડ તરફથી આખી ટીમના પગાર કરતાં લગભગ ૩ ગણા વધુ પૈસા મળશે. ભારતનું ક્રિકેટ બોર્ડ ઓફ કન્ટ્રોલ કોન્ટ્રાક્ટ હેઠળ ટીમ ઈન્ડિયાને દર વર્ષે કુલ ૪ કેટેગરીમાં કુલ ૯૬ કરોડ રૂપિયા ચુકવે છે. આમાં સૌથી વધુ એ પ્લસ ખેલાડીઓને ૭ કરોડ રૂપિયા મળે છે.

પીએસજીએ શનિવારે કોન્ટ્રાક્ટની ઘોષણા કરી હતી. નેમાર જર્સીની પાછળની બાજુ ૨૦૨૫ લખેલી જર્સી બતાવી રહ્યો છે. ક્લબની વેબસાઇટ અનુસાર નેમારે કહ્યું પેરિસ સેટ જર્મન સાથે રહીને હું ખરેખર ખુશ છું." મને આ ટીમનો ભાગ બનવાનો ગર્વ છે. ચાર વર્ષ પહેલા પીએસજીએ નેમારને તેની ટીમમાં ૨૭૦ મિલિયનની રેકોર્ડ રકમ સાથે ટીમમાં જોડ્યો હતો. આ ક્લબ માટે તેણે અત્યાર સુધીમાં ૧૧૨ મેચમાં ૮૫ ગોલ કર્યા છે.