ચેન્નઈ

આજથી ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થશે ત્યારે રોહિત શર્મા વધુ એક વખત ટાઈટલ જીતવાના ઇરાદાથી ઉતરશે. જ્યારે વિરાટ કોહલી ક્કઘ્ખ્ની પહેલી ટ્રોફી જીતવાના ઈરાદાથી ઉતરશે. સાથે દરેકની નજર દિગ્ગજ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે, કારણ કે ગત સીઝનમાં તેની ટીમ પ્રથમ વખત પ્લે ઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. ત્યારે આ વખતે તેઓ કઈ રણનીતી બનાવીને ઉતરશે તેના પર પણ દર્શકોની નજર રહેશે. કોરોના વાઈરસના વધતા જતા કેસને લીધે જૈવિક રીતે સુરક્ષિત વાતાવરણમાં લીગનું આયોજન કરવામાં આવશે. દર્શકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી આપવામાં આવી નથી.

પાંચ મહિનામાં જ બીજી વખત IPL નું આયોજન

પાંચ મહિનામાં જ બીજી વખત ક્કઘ્ખ્નું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ક્કઘ્ખ્ ટુર્નામેન્ટ્ સંબંધિત હિસ્સેદારો માટે આદર્શ પરિસ્થિતિ નથી, પરંતુ કોવિડ-૧૯ની બીજી લહેર વચ્ચે દર્શકો માટે આગળના ૭ અઠવાડિયા રોમાંચક બની રહેશે, જ્યા દર્શકોને આક્રમક બેંટિંગ, સટીક યોર્કર અને નવી પ્રતિભા જોવા મળશે. દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને દરરોજ લગભગ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે.ટૂર્નામેન્ટની પ્રથમ મેંચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. ત્યારે બન્ને ટીમના દિગ્ગજ ખેલાડીઓ દર્શકોનું મનોરંજન કરશે. જોકે કોરોના વાઈરસના કારણે દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવવાની મંજૂરી આપવામાં આવી નથી. ટૂર્નામેન્ટમાં પણ કોરોના વાયરસનો ખતરો છે. લીગની શરૂઆત પહેલા કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતું મેચ માટે જૈવિક સુરક્ષિત વાતાવરણને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડને આશા છે કે ગત વર્ષે UAEમાં જેમ IPL નું આયોજન સફળ થયું હતું, તે રીતે આ વખતે પણ IPL નું આયોજન સફળ થશે. ભારતની ટીમ માટે આ ટુર્નામેન્ટ ખૂબ મહત્વની છે, કારણ કે આ વર્ષે ટી-૨૦ વર્લ્ડ કપનું પણ દેશમાં આયોજન થવાનું છે. 

કોહલી ક્કઘ્ખ્ દ્વારા વર્લ્ડ કપ માટે ખેલાડીઓના પ્રદર્શન પર નજર રાખવાનો પ્રયત્ન કરશે, જ્યારે ઇંગ્લેંડના કેપ્ટન ઇઓન મોર્ગન અને કિરોન પોલાર્ડની નજર પણ તેમના દેશના ખેલાડીઓના દેખાવ પર રહેશે. પાંચ ટાઇટલ સાથે ક્કઘ્ખ્ના ઇતિહાસનો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા છઠ્ઠી ટ્રોફી જીતવાની સાથે લીગમાં પ્રથમ ટાઇટલ હેટ્રિક લગાવવાની કોશીસ કરશે. રોહિત શર્મા જો સારી બેંટિંગ કરવામાં નિષ્ફળ જાશે, તો ક્વિન્ટન ડિકૉક સફળતા અપાવવા માટે તૈયાર રહેશા. જો આ બન્ને ખેલાડીઓ નિષ્ફળ જશે તો ઈશાન કિશન અને સૂર્ય કુમાર યાદવ જેવા બેસ્ટ્મેન પણ તમામ જવાબદારી આવશે. મુંબઈની ટીમનો જો ટોપ ઓર્ડર ફ્લોપ થશે તો બધી જવાબદારી પંડ્યા બંધુ પર રહેશે, જેઓ વિરોધીઓને હરાવવા માટે તૈયાર રહેશે, સાથે જ ટીમ પાસે પોલાર્ડ જેવા તૂફાની બેસ્ટ્મેન છે કે જે મેદાનમાં ઓલરાઉન્ડરના પ્રદર્શનની સાથે સાથે ફિલ્ડીંગમાં પણ ખુબ મહત્વનો રોલ નીભાવે છે. બોલીંગની જવાબદારી ટ્રેન્ટ બોલ્ટ અને રાહુલ ચહર પર હોગી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જો તેનો દિવસ ખરાબ હોય તો જ હારે છે, નહીંતર સારા દિવસોમાં તે કોઈ પણ વિરોધી ટીમ માટે ખરાબ સ્વપ્ન જેવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ વખત ક્કઘ્ખ્નો ખીતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે, પરંતું રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમનું સંયોજન મુંબઈ જેટલું અસરકારક લાગી રહ્યું નથી. ટીમે ગ્લેન મેક્સવેલને મોટી રકમ આપીને ખરીદ્યો છે અને અને ન્યૂઝીલેન્ડની કાઇલ જેમિસનને પણ મોટી રકમ આપીને ખરીદ્યો છે, જ્યારે ભારતીય વિકેટ પર તેની બોલિંગની હજુ સુધી કોઈ પરીક્ષણ થયું નથી. દેવદત્ત પડ્ડીકલ તેની બીજી સિઝન રમશે અને આ વખતે ટીમોએ તેના માટે વ્યૂહરચના બનાવી હશે. યુઝવેન્દ્ર ચહલ લય ગુમાવતા જોવા મળી રહ્યા છે. મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની મર્યાદિત ઓવરના મેચમાં અત્યાર સુધી ખૂબ અસરકારક પ્રદર્શન કરી શક્યા નથી