અમદાવાદ, અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે આજે સી.એમ વિજય રૂપાણી ઘ્વારા અને ધન્વંતરિ રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૨૦ રથનું સી.એમ ઘ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા હતું. આ પ્રસંગે અમદાવાદ મેયર કિરીટ પરમાર અને સ્થાનિક કોર્પોરેટર હાજર રહયા હતા. આ રથ અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોને મફતમાં સારવાર આપે છે. જેમાં ડાયાબીટીસ પ્રેગ્નન્સી ટેસ્ટ, હિમોગ્લોબીન અને યુરિન ટેસ્ટની પણ સુવિધા છે આ ૨૦માંથી ૩ રથ અમદાવાદને મળશે. જેમાં એક બોપલ, ચાંદખેડા અને બાવળામાં રહેશે. કડીયાનાક અને ભીડભાળ વાળી જગ્યાઓ પર જઈને આ રથ પ્રજાને સારવાર આપશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ઘ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના પરિસ્થતી ખરાબ થઈ રહી છે જેમાં સુરત અને અમદાવાદમાં કેસોની સંખ્યા વધી રહી છે. સરકાર ઘ્વારા ૮ દિવસમાં ૧૫૦૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૧૦૦ આઈ સીયુ અને ૯૬૫ વેન્ટિલેટર પણ વધારવા આવ્યા છે. જાેકે ગુજરાત કરતા મહારાષ્ટ્રમાં કેસો વધુ છે. મહારાષ્ટ્ર જેવી પરિસ્થતી ગુજરાતમાં ન થાય તેનું ધ્યાન પૂરતું રાખવામાં આવી રહ્યું છે. રેમડેસીવીર ઇજકેશનની માત્રા વધારી છે. મારી પ્રજાને એક જ અપીલ છે કે જરૂર વગર બહાર નીકળવાનું ટાળો અને માસ્ક ફરજીયાત પહેરો.રેમડેસીવીર ઇન્જેક્શન સુરતમાં પ્રદેશ પ્રમુખ ઘ્વારા આપવામાં આવી રહયા છે તે મુદ્દે તેમને કહ્યું હતું કે આ તમે પાટીલ સાહેબને પૂછો તો સારું છે એમાંથી એક પણ ઇંજેક્શન સરકાર ઘ્વારા આપવામાં આવ્યા નથી.  વધુમાં તેમને કહ્યું હતું કે ગુવાહાટીથી જે પણ આવે છે તેનાથી સરકારને કોઈ લેવાદેવા નથી. એક બાજુ હોસ્પિટલોમાં બેડ ખૂટી રહયા છે. લોકો ઇંજેક્શન માટે લાંબી લાઈનોમાં ઉભા રહયા છે ઝાયડ્‌સ પાસે પણ ઇંજેક્શનની અછત ઉભી થઇ છે ત્યારે સુરતમાં ઇંજેક્શન આપતા અનેક સવાલો ઉભા થયા છે. સી.એમ.એ દંડ મુદ્દે પણ કહ્યું હતું કે હાઇકોર્ટના કહેવા પર સરકાર ૧૦૦૦ રૂપિયા દંડ લઈ રહી છે દંડની રકમમાં સરકારને કોઈ રસ નથી તેવું પણ જણાવ્યું હતું.

રેમડેસીવીર ઇંજેક્શન મૂદે વિપક્ષ ગેલમાં

કોંગ્રેસે ભાજપ અને સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું રેમડેસીવીર ઇંજેક્શન મામલે રાજકારણ થઈ રહ્યું છે કેન્દ્રની ટિમ ગુજરાતમાં આવી ત્યારે તેને જાેઉં કે અમદાવાદ , સુરત, રાજકોટ અને બરોડામાં ઈંજકેશનની કાળા બજારી થઈ રહી છે. સરકારને ઝયડ્‌સ હોસ્પિટલને સાથ આપવાની જરૂર હતી. ત્યાં ૮૦૦ રૂપિયામાં ઇંજેક્શન મળી રહયા હતા.સરકારએ ઇંજેક્શનની વ્યવસ્થા અસ્તવ્યસ્ત કરી છે. સુરતમાં ઇંજેક્શન વેચવાની પરવાનગી કોને આપી એ મુદ્દે પણ આક્ષેપ કર્યા હતા હોસ્પિટલમાં સરકારથી વ્યવસ્થા ના થાય તો સરકારને રાજીનામુ આપી દેવું જાેઈએ. તેવા પણ કોંગ્રેસ એ આક્ષેપ કર્યા હતા.