દિલ્હી,

વૈશ્વિક કોરોના મહામારી સામે લડી રહેલા દુનિયાભરના દેશો તેની વેકસીન બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. દુનિયા આખી કોરોના વાયરસ વેકસીનની શોધ તરફ નજર માંડી બેઠી છે, એવામાં WHOએ જણાવ્યુ છે કે, ઓકસફોર્ડ યુનિવર્સિટી જે વેકસીન પર કામ કરી રહી છે, તે કોરોના વાયરસ વેકસીન તૈયાર કરવાની હરોળમાં સૌથી આગળ છે. ઓકસફોર્ડ અને Astra Zeneca plc.ની વેકસીન chAdOx1nCov-19 કિલનિકલ ટ્રાયલ માટે ફાઇનલ સ્ટેજ પર છે. અંતિમ તબક્કે પહોંચનાર આ વેકસીન વિશ્વની સૌથી પ્રથમ વેકસીન છે, જે હવે 10 હજાર લોકોને આપવામાં આવશે. તેનો ટ્રાયલ બ્રિટન, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં પણ થઇ રહ્યો છે.

WHO  મુજબ Modernaકોરોના વાયરસ વેકસીન પણ પ્રોસેસમાં છે અને સંભાવના છે કે, જૂલાઇ સુધી તૈયાર થાય. અમેરિકાની Moderna-Inc તેની વેકસીન mRNA-1237ના બીજા તબક્કાનો ટ્રાયલ શરુ કરી ચૂકી છે. કંપની દવા ઉત્પાદક catalent-inc સાથે મળીને 2020ના પહેલી ત્રિમાસિક સુધી 100 મિલિયન ડોઝ બનાવવાના પ્રયત્નમાં છે. ફ્રાન્સની ફાર્મા કંપની sanofi હાલમાં કહ્યુ હતુ કે, તેણે સપ્ટેમ્બરમાં વેકસીનના ટ્રાયલની તૈયારી શરુ કરી દીધી છે. કંપની દાવો કરી રહી છે કે આ વર્ષની ચોથી ત્રિમાસિક સુધી મનુષ્ય પર વેકસીન ટ્રાયલ માટે તૈયાર હશે.

થાઇલેન્ડમાં સાત કોરોના વાયરસ વેકસીન પર કામ ચાલી રહ્યુ છે, અલગ પદ્ઘતિઓથી વેકસીન તૈયાર કરવાના પ્રયત્ન કરવામાં વ્યસ્ત થાઇલેન્ડનુ કહેવુ છે કે, તેની વેકસીનનુ મનુષ્ય પર ટ્રાયલ ઓકટોબરમાં થઇ શકશે.