વોશિગ્ટન-

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું આજે 71 વર્ષની વયે અવસાન થયું છે. રોબર્ટ ટ્રમ્પ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, તેમને ન્યૂયોર્કમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનુ શનિવારે રાત્રે નિધન થયું હતું.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે ન્યૂયોર્કની સિટી હોસ્પિટલમાં તેમના ભાઈને મળવા ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ વતી નિવેદન જારી કરીને એવું કહેવામાં આવ્યું છે કે, હું આ માહિતીને ખૂબ જ ભારે મનથી શેર કરી રહ્યો છું કે મારા ભાઇ રોબર્ટનું અવસાન થયું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નાના ભાઈ રોબર્ટ ટ્રમ્પનું શનિવારે રાત્રે ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. તેમની ઉંમર 71 વર્ષ હતી. રોબર્ટ પણ બિઝનેસમેન હતા. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન જાહેર કરીને તેમના ભાઈના મોતની જાણકારી આપી છે.