કોરોના સંક્રમણ સામેની તકેદારીમાં જોફ્રા આર્ચરે ટીમના મેનેજમેન્ટને જાણ કર્યા વગર વ્રજટનમાં તેના નિવાસે ગયો હતો. તમામ ખેલાડીઓ સુરક્ષીત રહે તે માટે કોરોના પ્રોટોકોલ છે જેમાં ટીમનાં સભ્યો કોઈ મંજુરી વગર હોટેલ કે ગ્રાઉન્ડ બહાર જઈ શકતા નથી. આર્ચરે આ નિયમનો ભંગ કર્યો છે તેણે આ માટે માફી માંગી પણ આઈસીસી પ્રોટોકોલ મુજબ તેને હાલ પાંચ દિવસ આઈસોલેશનમાં રહેવાનું રહેશે જેમાં બે વખત તેના કોરોના ટેસ્ટ થશે અને બન્ને વખત નેગેટીવ આવે તો તેનું આઈસોલેશન ખત્મ થશે અનો તેને ટીમ સાથે જોડાવાની મંજુરી અપાશે.

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે અહી રમાઈ રહેલા બીજા ટેસ્ટમાં પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે 3 વિકેટના ભોગે 207 રન બનાવીને સ્થિતિ મજબુત બનાવવા પ્રયાસ કર્યા છે. ઓપનર સિબ્લી 243 દડામાં 86 રન સાથે દાવમાં છે. તો બીજી તરફ ઈગ્લીશ ખેલાડી જોફ્રા આર્ચરને બીજા ટેસ્ટમાં પડતો મુકવા માટે તેણે કોરોના પ્રોટોકોલ તોડયો હતો તેવું જાહેર થતાં આ પ્રોટોકોલનો ભોગ બનનાર ક્રિકેટ વિશ્વનો તે પ્રથમ ખેલાડી બન્યો છે.