વડોદરા-

વડોદરા જિલ્લામાં કોરોનાનો પ્રકોપ જોવા મળ્યો છે ત્યારે ગુજરાતના મહાનગરો સહિત સમગ્ર રાજયમાં કોરોના પોતાનો રોદ્રરૂપ બતાવી રહ્યા છે. ત્યારે આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠકો શરૂ થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. અને આ બેઠકમાં આજ સાંજ સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે વડોદરા શહેરમાં કોરોનાના કેસો દિવસો દિવસો વધી રહ્યા છે. તો બીજી બાજુ  વડોદરા SD ડોક્ટર વિનોદ રાવના પરિપત્રથી ધારાસભ્ય કેનત ઇનામદારે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના જ ધારાસભ્યે મુખઅયમંત્રીને પત્ર લખીન લોકડાઉનની માગ કરી છે.


સાવલી ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે લોકડાઉનની માંગ કરી છે. કેતન ઈનામદારે પત્રમાં લખ્યું છે કે ગ્રામ્ય સ્તરે કોરોના સંક્રમણનો ધીરેધીરે પગપેસારો થઈ રહ્યો છે અને ગયા વર્ષે કોરોનાના કારણે જે સામાજિક પ્રસંગો થઈ શક્યા ન હતા. તે પ્રસંગો હાલના ખુબ જ વધી રહ્યા છે અને લોકોની અવર જવર પણ ખુબ જ વધી રહી છે. જેના કારણે સંક્રમણનો ભય રહે છે. જેથી લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઈ નિર્ણય લેવો જરૂરી છે. જેથી કોરોના મહામારીની ચેઈન તોડી શકાય. સાથે જ ઓક્સિજનનો પૂરતો જથ્થો મળે તેવી માંગ કરી છે.