લંડન-

કોરોના વેકિસનનો વિશ્વમાં પ્રથમ ડોઝ લેનાર બીજા વ્યકિતનું યુકેમાં અજાણી બિમારીથી નિધન થયુ છે.અહેવાલો અનુસાર 81 વર્ષિય વિલીયમ બિલ શેકસપિયરનું 20 મેએ નિધન થયુ છે. ગત વર્ષે 8 ડિસેમ્બરે કોરોના ડોઝ લેનારા વિશ્વના પ્રથમ પુરૂષ હતા તેમની પહેલા 91 વર્ષિય માર્ગારેટ કીનનને રસી આપવામાં આવી હતી. વિલીયમે ગત વર્ષે ફાઈઝર બાયો એનટેકની રસી લીધી હતી કોવેન્ટ્રી લાઈવનાં રીપોર્ટ અનુસાર બિલનું બિમારી બાદ હોસ્પીટલમાં નિધન થયુ હતું. યુનિવર્સિટી હોસ્પિટલે જણાવ્યુ કે, શેક્સપિયરનું નિધન સ્ટ્રોકને કારણે થયુ. તેમણે દાયકાઓ સુધી પોતાના સમુદાય માટે કામ કર્યુ. શેક્સપિયરે પૈરિશ કાઉન્સિલરની જવાબદારી સંભાળી હતી. તેમણે આ હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી અને અહીં અંતિમ શ્વાસ લીધા હતા. પ્રથમ ડોઝ લેવા સમયે તેમણે હોસ્પિટલની પ્રશંસા કરતા કહ્યું હતું કે અહીંનો સ્ટાફ ખુબ સારો છે.

વિલિયમ શેક્સપિયર પોતાની પાછળ પત્ની જોય, પોતાના બે વયસ્ક બાળકો અને પૌત્ર-પૌત્રીઓને છોડી ગયા છે. તો વેસ્ટ મિડલેન્ડ્સ લેબર ગ્રુપે કહ્યુ કે શેક્સપિયર જેને બિલના નામથી ઓળખવામાં આવતા હતા, તેઓ કોરોના વેક્સિન લીધા બાદ વિશ્વમાં ચર્ચામાં આવ્યા હતા. પાર્ટી માટે તેમની દાયકાઓની સેવાને હાલમાં લેબર પાર્ટીનના નેતા કીર સ્ટારર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. આ દુખના સમયમાં અમે શેક્સપિયરની સાથે છીએ.