આણંદ : આણંદ જિલ્લાના ગ્રામ્ય તાલુકાઓમાં સતત કેસ વધી રહ્યાં હોવાથી ચિંતાના વાદળો છવાયેલાં છે. પેટલાદ અને બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત કેસ વધી રહ્યાં છે. સોમવારે પેટલાદ તાલુકામાં ૫, બોરસદમાં ત્રણ કેસ વધુ કેસ આવ્યાં હતાં, જ્યારે આણંદ, ઉમરેઠ અને ખંભાત તાલુકામાં પણ એક એક પોઝિટિવ કેસ નોંધાયો હતો.  

સૂત્રોના જણાવ્યાં મુજબ, સોમવારે નોંધાયેલાં નવાં કેસમાં બોરસદમાં ૨૮ વર્ષની મહિલા અને ૬૮ વર્ષનાં વૃદ્ધા, ઓડમાં ૩૨ વર્ષનો યુવક, ઉમરેઠમાં ૬૯ વર્ષના વૃદ્ધ, પેટલાદના શેખડીમાં ૫૮ વર્ષના આધેડ, પેટલાદમાં ૪૩ વર્ષના પુરુષ, ધર્મજમાં ૪૧ વર્ષના પુરુષ, નારમાં ૧૯ વર્ષની મહિલા, પાડગોલ ૬૦ વર્ષની વૃદ્ધા, બોરસદના વિરસદના ૭૬

૩૯ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

કરમસદ હોસ્પિટલમાં ૧૩, અર્પણા હોસ્પિટલમાં ૨, આણંદ હોસ્પિટલમાં ૪, સમરસમાં ૧, કેર સેન્ટરમાં ૨ સારવાર હેઠળ છે. ૨૭ દર્દીઓની હાલત સ્થિર,૧૦ દર્દી ઓક્સિજન પર છે. ૨ દર્દી વેન્ટિલેટર પર છે. માસ્ક એકમાત્ર ઉપાય, પણ લોકો સમજતાં નથી

કોરોના સંક્રમણનો એક જ માત્ર ઉપાય માસ્ક

વગર ઘરની બહાર ન નીકળવું જાેઇએ. તેમજ બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જાેઈએ. તો જ કોરોના સંક્રમણને કંટ્રોલ રાખી શકીશું તેમ જાગૃત નાગરિકોનું માનવું છે. વર્ષનો વૃદ્ધ, ખંભાતનાં ૬૦ વર્ષના વૃદ્ધ, પોઝિટિવ કેસ નોંધાયા હતાં. આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦૮૯ દર્દીઓ કોરોનામાંથી સ્વસ્થ થઇને ઘર પરત ફર્યા છે. હાલ સુધીમાં ૭૮,૧૧૭ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી ૧૧૪૪ પોઝિટિવ આવ્યા હતાં. ૭૬,૯૭૩ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રેપીડ ટેસ્ટ ૪૦ હજારથી વધુ કરવામાં આવ્યા હતાં, જેમાં મોટાપ્રમાણમાં શંકાસ્પદ કેસ નોંધાયા છે.