/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પાદરામાં મહિલાને બંધક બનાવી રૂા.૮૮,૫૦૦ની લૂંટ

પાદરા

પાદરા લતીપુરા રોડ પર ગીતાજંલી સ્કૂલની સામે ખેતરમાં ગત મોડી સાંજના મકાનમાં ત્રણ ઇસમો પ્રવેશ કરી મહિલાને માથાના વાળ પકડી ઢસડી હાથ પાછળથી પકડી રાખી ગળાના ભાગે ચપ્પુ મુકી મહિલાને મારી નાંખવાની ધમકી બતાવી હિન્દીમાં તુ ચિલ્લાના મત વરના તુમારે કપડે ફાડ દુંગા તેમ જણાવી રૂમમાં મુકેલી તિજાેરીમાંથી સોનાની દાગીના, રોકડા રૂપિયા મળી કુલ ૮૮,૫૦૦ની લૂટ કરી નાસી ગયેલ હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસે અજાણ્યા ત્રણ હિન્દીભાષી ઇસમો સામે લૂંટનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉક્ત બનાવની જાણ થતા વડોદરા ડી.વાય.એસ.પી. સહિત એલ.સી.બી. એસ.ઓ.જી ડોગ સ્કોર્ડ સહિત પોલીસ એજન્સીઓ એફ.એસ.એલ. દ્વારા તપાસનો દોર શરૂ કર્યો હતો. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

પાદરા લતીપુરા રોડ પર અંબાશંકરી પાસે ગીતાજંલી સ્કૂલની સામે આવેલ ખેતરમાં રહેતી હેમાબેન ચેતનભાઇ પટેલ (ઉ.૩૦)ના ઘરના સભ્યો જમવા બેઠા હતાં. પતિ ચેતનભાઇનાઓ ગ્રાહકોને દુધ આપવા માટે ગયેલા હતાં. દિયર જમીને મંદિરે દર્શન કરવા ગયેલા, સસરા છીપવાડ ખાતે ડેરીમાં દુધ ભરવા માટે ગયેલા, સાસુ આધાર કાર્ડ કઢાવવાનું હોઇ તેની પુછપરછ માટે ગયેલ હતા. તે દરમિયાન ત્રણ હિન્દી ભાષિઓમાંથી એક ઇસમે પાછળથી આવી હેમાબેનના માથાના વાળ પકડી એકદમ ઢસેડી લાવી વચ્ચેના રૂમમાં લઇ આવેલ આ ઇસમે મોઢાના ભાગે કપડાથી આખું મોઢું ઢાકેલું હતું. માત્ર આંખો જ દેખાતી હતી. આ ઇસમે આખી બોયનું કાળા કલરનું ટીશર્ટ તથા કમરે ભુરા રંગનું જીન્સ પેન્ટ પહેરેલ હતું. લૂંટારૂએ બંને હાથ પાછળથી પકડી રાખેલ ગળાના ભાગે ચપ્પુ મુકી હેમાબેનને મારી નાખવાની ધમકી આપેલી દિન્દીમાં કહેલું કે તુ ચિલ્લાના મત વરના મે તુમ્હારે કપડે ફાડ દુંગા

તેમ જણાવ્યું હતું.

ત્રણ હિન્દી ભાષી લૂંટારૂઓ ઘરમાં મહિલાને બંધક બનાવી તિજાેરીમાંથી સોનાની ચેઇન પોણ બે તોલાની કિંમત રૂપિયા, ૫૫,૦૦૦ તથા સોનાની બે કડીયું ૬ ગ્રામની સોનાની વીટી-૧ પાંચ ગ્રામની ચાંદીની ગાય ૧૦૦ ગ્રામની રોકડ ૫૦૦૦ મળી કુલ ૮૮,૫૦૦ની લૂંટ કરી ઇસમો નાસી ગયેલ હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution