વડોદરા તા.૨૨

મહિલાને મોબાઈલ પર સતત મેસેજ કરીને હેરાનગતિ કરતા રોમીયોની મહિલાએ પાણીગેટ પોલિસ મથકમાં ફરીયાદ નોંધાવતા પાણીગેટ પોલીસની શ ીટીમે છટકું ગોઠવી રોમિયોની અઠકાયત

કરી હતી.

પાણીગેટ પોલિસ મથકમાં એક મહિલા દ્વારા તેને પ્રભુનાથ મિશ્રા સતત મેસેજ કરીને જાતિય સતામણી કરતો હોવાની ફરીયાદ નોંધાવ્યા બાદ પાણીગેટ પોલીસ મથકની શી ટીમ દ્વારા છટકું ગોઠવીને આરોપી પ્રભુનાથ મિશ્રાના રહેણાંક વિસ્તારમાં જતા તેને પોતાનું રહેઠાણ બદલવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો.શી ટીમ દ્વારા આરોપી પ્રભુનાથરામકુમાર મિશ્રા(રહે-ઇ-૩૦૩, શ્રીસ્વામીનારાયણનિકેતન સોસાયટી, એલ. એન્ડ ટી. નોલેજ સીટી પાસે, માધવપુરા, વાઘોડીયા રોડ) ખાતેથી ઝડપી પાડી તેના વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.