રાજપીપળા :  વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાની સુરક્ષાની જવાબદારી હવે સીઆઈએસએફના (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) જવાનો સુરક્ષા સંભળાશે.૧૭મી ઓગસ્ટના રોજ સીઆઈએસએફ ના ૨૭૦ જેટલા જવાનો કેવડિયા ખાતે હાજર થયા હતા, ૨૪ મી ઓગસ્ટના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સીઆઈએસએફના જવાનો, મહિલા જવાનોનું ઇન્ડક્સન સેરેમની યોજાઈ હતી, દરમિયાન સીઆઈએસએફ જવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વ્યવસ્થાનો વિધિવત ચાર્જ લીધો હતો.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સીઆઈએસએફના ડિપ્લોયમેન્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં સીઆઈએસએફના ઈન્ડકસન સેરેમની કાર્યક્રમ નર્મદા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સીઈઓ એમ.આર.કોઠારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.જેમાં સીઆઈએસએફના કમાન્ડન્ટ વી.કે કકકર, વડોદરા રેન્જ આઈ જી હરિકૃષ્ણ પટેલ, જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ, ડીડીઓ જીન્સી વિલિયમ્સ, જોઈન્ટ સીઇઓ નિલેશ દુબે, નર્મદા નિગમના આર.જી.કાનૂગો, જે.કે.ગરાસિયા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.