રાજપીપળા,તા.૧૫

ચોમાસાની સીઝનમાં ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે.ત્યારે આ વખતે ગયા વર્ષ કરતા પણ ખૂબ સારું પાણી નર્મદા ડેમ પર આવી રહ્યુ છે.અત્યારે પણ કેચમેન્ટના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૨૫ મીટર પાર કરી ગઈ છે.અને હજુય સતત વરસાદના લીધે પાણી વધતું જાય છે. સરદાર સરોવર નર્મદા ડેમ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૨૫.૫૪ મીટરે નોંધાઈ હતી.હાલ પાણીની આવક - ૬૫,૭૬૬ ક્યુસેક છે.જેના કારણે જળ સપાટી દિવસે દર કલાકે એક બે સેન્ટિમીટર જ વધી રહી હતી.છેલ્લા ૨૪ કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં ૫૨ સે.મી.નો વધારો થયો છે.

ડેમમાં કુલ પાણીનું લાઇવ સ્ટોરેજ ૨૨૨૧.૬૬ મિલિયન ક્યુબીક મીટર થયું હતું. ઉલ્લેખનીય પાણીની આવક એવરેજ ૫૦ થી ૬૦ હજાર ક્યુસેક રહેતા ૧૨૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતાં ધરાવતા રિવર બેડ પાવર હાઉસના ૬ મશીનો કુલ મળી ૬૫.૧૫ કલાક ચલાવવામાં આવતા ૧૧૬૨૪ મેગાવોટ વીજળી પેદા થઈ રહી છે. વીજ મથક ચાલતા એવરેજ ૧૯૨૦૫ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે.