અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ગુજકેટ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોડાસાની ૯ શાળામાં ૧૨૦ બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જિલ્લા શિક્ષણ કચેરી દ્રારા ગુજકેટની પરીક્ષા પહેલા તમામ પરીક્ષા કેન્દ્રો સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.  સોમાવારે યોજાયેલી પરીક્ષામાં વિદ્યાર્થીઓને થર્મલ સ્ક્રિનિંગ બાદ પરીક્ષા કેન્દ્ર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તમામ વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજીયાત કરવામાં આવ્યુ હતું એટલું જ નહીં જે વિદ્યાર્થીઓ પાસે માસ્ક ન હતા તેમને જિલ્લા શિક્ષણ કચેરી દ્રારા માસ્ક પુરા પાડવામાં આવ્યા હતા. કૉરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને તમામ પરિક્ષા કેન્દ્રો પર આરોગ્ય વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી. એક બેંચ પર એક જ બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા યોજાયેલ ગુજરાત કોમન એંટ્રેન્સ ટેસ્ટ ૨૦૨૦માં કુલ ૧૮૮૯ વિદ્યાર્થીઓ નોધાયા હતા. ગુજકેટની પરિક્ષાને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા કેંદ્રો પર પોલીસના જવાનો તેમજ શિક્ષણ વિભાગની ટીમ તૈનાત કરવામાં આવી હતી.