ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર બની રહી હતી. રાજ્યમ છેલ્લા એક મહિનાથી દરરોજ ૧૫૦૦થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા હતા. ત્યારે આ સંજાેગોમાં રવિવારથી રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો અને ૧૫૦૦થી નીચે આવ્યો હતો. ત્યારે આજે નવા કેસોમાં વધુ ઘટાડો થઈને તેની સંખ્યા ૧૩૦૦ની નીચે આવ્યા હતા. આજે સરકારી વિભાગના આંકડાં મુજબ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૨૭૦ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જયારે રાજ્યમાં કોરોનાથી વધુ ૧૨ દર્દીઓના મોત નીપજ્યા હતા, તો રાજ્યમાં નવા ૧૪૬૫ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ ૨,૦૬,૧૨૬ દર્દીઓ સાજા થઈ ચુક્યા છે. 

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૨૭૦ કોરોનાના કેસો સામે આવ્યા છે. તેમાં અમદાવાદ શહેર ૨૬૫, અમદાવાદ ૧૩, સુરત શહેર ૧૭૧, સુરત ૨૫, વડોદરા શહેર ૧૩૮, વડોદરા ૪૧, રાજકોટ શહેર ૮૯, રાજકોટ ૩૫, ભાવનગર શહેર ૧૫, ભાવનગર ૫, જામનગર શહેર ૨૩, જામનગર ૧૨, ગાંધીનગર શહેર ૧૯, ગાંધીનગર ૩૯, જૂનાગઢ ૯, મહેસાણા ૫૦, બનાસકાંઠા ૧૮, પાટણ ૩૭, દાહોદ ૨૫, અમરેલી ૧૮, પંચમહાલ ૨૮, સુરેન્દ્રનગર ૨૧, કચ્છ ૨૧, નર્મદા ૧૮, ભરૂચ ૧૭, ખેડા ૧૬, મોરબી ૧૬, સાબરકાંઠા ૧૨, જૂનાગઢ શહેર ૧૧, આણંદ ૧૦, વલસાડ ૧૦, મહીસાગર ૯, ગીર સોમનાથ ૮, અરવલ્લી ૭, દેવભૂમિ દ્વારકા ૫, તાપી ૪, બોટાદ ૩, છોટા ઉદેપુર ૨, ડાંગ ૨, પોરબંદર ૨ અને નવસારી ૧, કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં આજે વધુ ૧૨ દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ શહેરના ૦૭, સુરત શહેરના ૩, વડોદરા અને મહેસાણામાં ૧- ૧ દર્દી સહિત કુલ ૧૨ દર્દીઓનાં મોત નિપજ્યાં છે.