વડોદરા,તા.૧૭

વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં એમબીબીએસના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની વિદ્યાર્થિની ઉપર તેના જ સિનિયરે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કરતા ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાર્થિની સાથે અનૈતિક કામ કરાવવા માટે છેલ્લા વર્ષનો વિદ્યાર્થી તેને બ્લેકમેલ કરીને મેડિકલ કોલેજના સંકુલમાં આવેલી ગોત્રી હોસ્પિટલની છત ઉપર લઈ ગયો હતો. અને ત્યાં પહોંચ્યા પછી તેની પાસે ઓરલ સેક્સ કરાવ્યું હતુ. આ બનાવ અંગે વિદ્યાર્થિનીએ ગઈકાલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને જાેતા જ ગોરવા પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ગોત્રી મેડિકલ કોલેજ પહોંચી ગયો હતો અને તેમણે તાત્કાલિક ધોરણે આરોપીને દબોચી લીધો હતો. આજે પોલીસે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ માંગણી કરી હતી. કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો.

વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, હું મૂળ સુરતની છું અને હાલમાં ગોત્રી મેડિકલ કોલેજમાં એમબીબીએસમાં અભ્યાસ કરું છું. અને ગોત્રી મેડિકલ કોલેજના કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું. મારી કોલેજમાં ભણતા મોટાભાગના લોકો સાથે મારો પરિચય છે. જેમાં એમબીબીએસના છેલ્લા વર્ષમાં ભણતા ર્નિભય પ્રકાશભાઈ જાેશી સાથે મારી દોસ્તી હતી. હું એને ઘણી વખત મળતી અને વાતચીત પણ કરતી હતી. ર્નિભય મારી સાથે ખુબ જ ફ્રેન્ડલી રહેતો હતો. મને એની ઉપર વિશ્વાસ હતો. બે દિવસ પહેલા ર્નિભયે અચાનક મને બોલાવી હતી અને મને ધમકી આપી હતી કે, તેં મારી સાથે અત્યાર સુધી જે વાતચીત કરી છે તેની ઓડિયો અને વીડિયો ક્લીપ મારી પાસે છે. જાે તૂં મારી સાથે નહીં આવે તો હું એ ક્લીપો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દઈશ. આવી રીતે બ્લેકમેલ કરીને એ મને ગોત્રી હોસ્પિટલની છત ઉપર લઈ ગયો હતો. મોડીરાત્રે મેડિકલ હોસ્પિટલની છત ઉપર અમારા સિવાય બીજું કોઈ ન હતુ. એટલે એણે તકનો લાભ લઈને મારી સાથે બળજબરી કરી હતી અને મારી પાસે ઓરલ સેક્સ કરાવ્યું હતુ. આ ઘટનાથી હું હેબતાઈ ગઈ હતી. આખરે, મેં આ બાબતની જાણ મારા માસીને કરી હતી. મારા માસીએ મને હિંમત આપી હતી. અને ગઈકાલે હું મારા માસી સાથે ગોરવા પોલીસ મથકે આવી હતી. વિદ્યાર્થિનીની ઉપરોક્ત ફરિયાદને આધારે ગોરવા પોલીસે ર્નિભય પ્રકાશભાઈ જાેશી સામે ગુનો દાખલ કરીને તાત્કાલિક તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરીને એના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કર્યો હતો.

પિતાએ ૨૫ લાખની લોન લઈને ભણવા મોકલ્યો અને પુત્રે પોત પ્રકાશ્યું

ગોત્રી જીએમઈઆરએસ મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો ર્નિભય પ્રકાશભાઈ જાેશી મૂળ ગાંધીનગરનો છે અને હાલમાં તે ગોત્રી મેડિકલ કોલેજના સંકુલમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં રહે છે. ગઈકાલે પોલીસે એની ધરપકડ કરી હતી. આ બાબતની જાણ થતા જ આરોપી ર્નિભયના માતા-પિતા ગોરવા પોલીસ મથકે દોડી આવ્યા હતા. આરોપી ર્નિભયના પિતા ગાંધીનગરમાં પોસ્ટ વિભાગમાં ક્લાર્કની નોકરી કરે છે. ગોરવા પોલીસ મથકના પીઆઈ કિરીટસિંહ લાઠીયા સમક્ષ તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. અને આપવિતી જણાવતા કહ્યુ હતુ કે, સાહેબ, પચ્ચીસ લાખ રૂપિયાની લોન લઈને ર્નિભયને મેડિકલમાં એડમિશન અપાવ્યુ હતુ. પણ ભણતર પુરુ કરવાને બદલે એણે પોત પ્રકાશ્યુ હતુ.

ર્નિભયનો મોબાઈલ ઘણા રહસ્યો ખોલશે

ગોત્રી મેડિકલ કોલેજમાં બનેલી શરમજનક ઘટનામાં આરોપી ર્નિભય જાેશી પોલીસના બે દિવસના રિમાન્ડ ઉપર છે. પોલીસ પાસે તપાસના બે મહત્વના મુદ્દા છે. પોલીસને આશંકા છે કે, આરોપી ર્નિભય જાેશી પાસે વિદ્યાર્થિનીની ઓડિયો અને વીડિયો ક્લીપ છે. આ વીડિયો ક્લીપમાં શું છે ? તે જાણવાનું બાકી છે. ઉપરાંત, આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી એણે બીજી કોઈ વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને એની સાથે તો આવું કૃત્ય નથી કર્યું ને ? તેની તપાસ કરવાની છે. પોલીસે પુરાવા મેળવવા માટે આરોપી ર્નિભય જાેશીના મોબાઈલનો કબજાે મેળવીને એની તપાસ શરૂ કરી છે. બીજી તરફ એને સાથે રાખીને મેડિકલ કોલેજમાં પણ તપાસ શરૂ કરી છે. આ મામલામાં મેડિકલ કોલજના પ્રોફેસરો કે, સત્તાધીશોની પણ પુછપરછ થઈ શકે છે.

ગોત્રી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે સવાલો

ગોત્રી મેડિકલ કોલેજમાં બનેલી આ ઘટના પછી ત્યાં ભણતી વિદ્યાર્થિનીઓની સલામતી ઉપર અનેક સવાલો ઉપસ્થિત થયા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને સત્તાધીશોએ વિદ્યાર્થિનીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસ શરૂ કરવા અનિવાર્ય છે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી અને ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓની સલામતી અંગે સત્તાધીશોની ગંભીર બેદરકારી સામે આવી છે અને એને લીધે જ એક વિદ્યાર્થિની સાથે મેડિકલ કોલેજના કેમ્પસમાં જ સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય થયુ છે. ગોત્રી મેડિકલ કોલેજના સત્તાધીશોએ પ્રત્યેક વિદ્યાર્થિનીને બોલાવીને તેમની સાથે કોઈ બ્લેકમેલીંગ તો નથી કરતુ ને ? તેની તપાસ કરવી જાેઈએ. જાે, આ બાબતને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો ભવિષ્યમાં આવી બીજી ઘટના સર્જાઈ શકે છે.

આજે ઈન્ટર્નશીપના વિદ્યાર્થીઓનું કોન્વોકેશન

ગોત્રી મેડિકલ કોલેજના ડીન ડો. મયૂર અડાલજા કહે છે કે, આવતીકાલે અમારી કોલેજમાં ઈન્ટર્નશીપના વિદ્યાર્થીઓનું કોન્વોકેશન છે. જેમાં એમબીબીએસના વિદ્યાર્થી ર્નિભય પ્રકાશભાઈ જાેશીને પણ ડિગ્રી એનાયત કરવાની હતી. પણ ગઈકાલે તેની ગોરવા પોલીસે ધરપકડ કરી છે. આવતીકાલે કોન્વોકેશન પૂર્ણ થયા પછી આરોપી ર્નિભય સામે શું પગલા લેવા ? તેનો ર્નિણય લેવામાં આવશે. હાલમાં ગોત્રી મેડિકલ કોલેજમાં ર્નિભયનું અભ્યાસ કાર્ય પૂર્ણ થઈ ચુક્યુ છે અને તેનુ પરિણામ પણ જાહેર થઈ ચુક્યુ છે. ગોત્રી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા ઉપર અમે ધ્યાન આપી રહ્યા છીએ અને આગામી દિવસોમાં પ્રત્યેક વિદ્યાર્થિની સાથે વાતચીત કરીને દરેકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ પ્રયત્નો કરાશે. ગોત્રી મેડિકલ કોલેજમાં દરેક વિદ્યાર્થિનીને ફરિયાદ કરવાની પૂરતી તક આપવામાં આવી રહી છે.

જે દિવસે ડિગ્રી મળવાની હતી તે જ દિવસે હથકડી પહેરાવીને કોલેજમાં ફેરવ્યો

ગોત્રી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિની સાથે સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય આચરનારો આરોપી ર્નિભય જાેશી છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ગોરવા પીઆઈ લાઠિયા કહે છે કે, આરોપી ર્નિભયનો એમબીબીએસનો અભ્યાસ બે દિવસ પહેલા જ પૂર્ણ થઈ ગયો હતો. આજે મેડિકલ કોલેજમાંથી એને ડિગ્રી એનાયત થવાની હતી. પણ ડિગ્રી મળે તે પહેલા તો એને કસ્ટડી ભેગા થવાનો વારો આવ્યો હતો. આરોપી ર્નિભય સામે એની જ કોલેજના પહેલા વર્ષમાં ભણતી વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી. જેને આધારે પોલીસે એની ધરપકડ કરી હતી. આજે તપાસ માટે ગોરવા પોલીસની ટીમ આરોપી ર્નિભયને હાથમાં હથકડી પહેરાવીને ગોત્રી મેડિકલ કોલેજ લઈ ગઈ હતી. જ્યાં તેનો ચહેરો જાેઈને તેના મિત્રોના માથા શરમથી ઝૂકી ગયા હતા.

પોલીસે આરોપીને સાથે રાખીને ગોત્રી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં

ગોરવા પોલીસની ટીમે આજે ગોત્રી મેડિકલ કોલેજમાં તપાસ હાથ ધરી હતી. પોલીસ માટે સૌથી અગત્યનો સવાલ એ હતો કે, આરોપી ર્નિભય જાેશી વિદ્યાર્થિનીને ગોત્રી હોસ્પિટલની છત ઉપર કેવી રીતે લઈ ગયો ? હકીકત એ છે કે, હોસ્પિટલની છતના દરવાજે તાળા લાગેલા હોય છે. તો પછી ર્નિભય વિદ્યાર્થિનીને સાથે લઈને છત ઉપર કેવી રીતે ગયો ? ખેર, પોલીસની ટીમ આજે ગોત્રી મેડિકલ કોલેજ પહોંચી હતી. ત્યારપછી પોલીસે આરોપી ર્નિભય જાેશીને સાથે રાખીને ગોત્રી હોસ્પિટલમાં પણ તપાસ કરી હતી. પોલીસની ટીમ આરોપીને લઈને છત પર પહોંચી હતી. ઉપરાંત પોલીસે ગોત્રી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. આખાય મામલામાં આરોપી ર્નિભય જાેશીએ બીજા કોઈની મદદ લીધી છે કે કેમ ? તે જાણવા માટે પોલીસે તપાસ કરી હતી.