પાદરા, તા.૭

પાદરા નગર નાગરિક સહકારી બેન્કની ૧૨ ડિરેકટરો માટે યોજાયેલી ચૂંટણીમાં સભાસદ મતદારોએ મતદાન કર્યું હતું. વહેલી સવારથી સભાસદ મતદારો ઉમેદવારોને મત આપવા ઉમટી પડયા હતા. મતદાન નજીક ટેકેદારોના લોકટોળા જાેવા મળ્યાં હતાં. પાદરા નગર નાગરિક સહકારી બેન્ક લિ. ર૧ વર્ષ બાદ આજરોજ પાદરા લક્ષ્મીપુરા રોડ પર આવેલ ગીતાંજલિ વિદ્યાલય ખાતે ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો વહેલી સવારથી પ્રારંભ થવા પામ્યો હતો. પાદરા નાગરિક સહકારી બેન્કની ખાલી પડેલી ૧૫ ડિરેકટરોની ચૂંટણી યોજાનાર હતી જેમાં બે ડિરેકટરોમાં એક મહિલા બેઠક એસટી બેઠક બિનહરીફ થવા પામી હતી. એક જગ્યા માટે મહિલા ઉમેદવારીપત્ર રદ થવા પામ્યું હતું. આમ ચૂંટણી જંગના મેદાનમાં ૧૨ ડિરેકટરો માટે ૧૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. ચૂંટણીમાં ૩૮૦૮ સભાસદોએ મતદાન કર્યું હતું. સવારથી લક્ષ્મીપુરા રોડ પર આવેલ ગીતાંજલિ વિદ્યાલય ખાતે ચૂંટણી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થવા પામ્યો હતો જેમાં ઉમેદવારોએ સવારમાં જ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.