છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ નજીક સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રનો રિબિન કાપીને શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશના અદના માણસોને પણ લાઇફ સેવિંગ્સ દવાઓ સસ્તા દરે ઉપલબ્ધ થાય એ માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ જનઔષધિ કેન્દ્રોમાં સામાન્ય માણસોને પણ તેમની જરૂરિયાતની દવાઓ વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે.પોસ્ટ ઓફિસ રોડ, નવાપુરા છોટાઉદેપુર ખાતે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રનો શુભારંભ કરાવી ગીતાબેન રાઠવાએ જન ઔષધિ કેન્દ્રમાં ઉપલબ્ધ દવાઓ, દવાની કિંમત વગેરે અંગે વિગતે જાણકારી મેળવી હતી. તેમણે આ જન ઔષધિ કેન્દ્રમાં મળનારી દવાઓથી ગરીબ માણસોની જરૂરિયાત સંતોષાશે એમ જણાવી આ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવા બદલ અભિનંદન પાઠવી આભાર વ્યકત કર્યો હતો.તેમણે સૌને સારૂં આરોગ્ય મળી રહે, જરૂરિયાતની દવાઓ વાજબી ભાવે અને યોગ્ય ગુણવત્તાવાળી મળે એ પ્રધાનમંત્રી દ્વારા જેનરિક મેડીકલ સ્ટોર એટલે કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો શરૂ કરવાનો ર્નિણય કર્યો હતો. જેનો શ્રૃંખલામાં છોટાઉદેપુર ખાતે જનરલ હોસ્પિટલ નજીક શરૂ થયેલ આ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આશિર્વાદરૂપ પુરવાર થશે એમ જણાવ્યું હતું.પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રના આારંભ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ રાઠવા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન મુકેશભાઇ પટેલ, અન્ય પદાધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.