માંડવી, માંડવી પોલીસ દ્વારા નગર તેમજ તાલુકામાંથી દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ નસ્તોનાબુદ કરવા સતત તજવીજ કરાય રહી છે. માંડવી પોલીસના આ કડક વલણથી માંડવી નગર તેમજ તાલુકાનાં તમામ બુટલેગરોમાં ફફડાટ સર્જાયો હતો.માંડવી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દર્શન રાવ દ્વારા માંડવી નગર તેમજ તાલુકામાં ચાલતા દેશી - વિદેશી દારૂના વેચાણને નસ્તોનાબુદ કરવા માંડવી પોલીસ દ્વારા કડક કાર્યવાહીઓ હાથ ધરાય રહી છે. ગત સપ્તાહમાંજ માંડવી નગરમાં ટીમ બનાવી સરપ્રાઈઝ ચેકીંગ કરતા એક દિવસમાં ૩ ઘરો માંથી દેશી - વિદેશી દારૂ ઝડપી પડયો હતો. તો ગતરોજ પોલીસ ટીમે માંડવી તાલુકાનાં જામણકુવા ગામ ખાતે અશ્વિનભાઈ કેશવભાઈ ચૌધરી નાં ઘરે રેડ કરતા અશ્વિન પોલીસને જાેઈને ફરાર થઈ ગયો હતો. તેના ઘરની તપાસ કરતા ઘરમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન થઈ કુલઃ ૭૮૬ બોટલો જેની કિંમત રૂ. ૪૦,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.