અમદાવાદ, કોરોનાનો કહેર અમદાવાદ સહીત ગુજરાતમાં વકરી રહ્યો છે. રોજેરોજ જે રીતે કેસ વધતાં રહ્યાં છે તેને કારણે હવે લોકોને ઘરની બહાર નિકળવાનું પણ કપરૂ બની ગયું છે. ત્યારે આજે પણ રાજ્યમાં વધુ એક લહેરના મંડાણ થયા હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તરોત્તર કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર ૬૦૦થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૫૪ નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૩૧૭ નવા કેસ નોંધાયા છે.જાેકે અમદાવાદ સહિત રાજ્યભરમાં એક પણ મૃત્યુ થયું નથી તે રાહતના સમાચાર છે. ૩૧મી ડિસેમ્બરે વર્ષના છેલ્લાં દિવસે એક પણ દર્દીનું મોત થયું નથી. ચાર દિવસમાં બાદ રાજ્યમાં શૂન્ય મોત રહ્યું છે. છેલ્લે ૨૬ ડિસેમ્બરે એક પણ મોત નોંધાયું ન હતું. ૧૨ જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ૯૮ ટકા કરતાં વધુ થયો છે. ઓમિક્રોનનો સકંજાે પણ સજજડ બની રહ્યો છે.ઓમિક્રોનના એક જ દિવસમાં નવા ૧૬ કેસ નોંધાતા હવે ફરી પાછો ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. ગઇકાલે એક પણ કેસ નોંધાયા ન હતા. આજે જે જવા કેસ સામે આવ્યાં તેમાં અમદાવાદમાં છ અને વડોદરા તથા આણંદમાં ૩-૩ કેસ સામે આવ્યાં છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા અનેભરૂચમાં એક એક કેસ નોંધાયો છે. પાંચ કોર્પોરેશન વિસ્તાર તેમજ દસ જીલ્લા વિસ્તારોમાં થઇન અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૧૧૩ કેસ નોંધાયા હતા જેમાંથી ૫૪ દર્દીઓ સાજા થઇ ગયાં છે. સત્તાવાર આંકડા મુજબ હજુ સુધી રાજ્યમાં ઓમિક્રોનને કારણે એકપણ મોત થયું નથી. અડધા કરતાં વધુ કોરોનાના કેસ એકલા અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે.આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો ફ્લાવર શો યોજવાની હઠ પકડીને બેઠાં છે. મનપા ભીડ ભેગી થાય અને કોરોના ફેલાય તેવુ જાણે નક્કી કરી લીધુ હોય તેમ મનપા આઠમી જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફલાવર પાર્કમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. એક કલાકના સ્લોટમાં ચારસો વ્યક્તિને પ્રવેશ આપવાની વાત કરી રહ્યું છે. ફ્લાવર શોનું ટીકિટ બુકીંગ ઓનલાઇન રાખવામાં આવ્યું છે.

અમદાવાદમાં આરોગ્યની તાકિદની બેઠક લોચન સહેરા

અમદાવાદની વર્તમાન સંક્રમણની સ્થિતિ અંગે વર્તમાન અને નવનિયુક્ત કમિશ્નર લોચન સહેરાએ જણાવ્યું હતુંકે ટેસ્ટીંગ ડોમની સંખ્યા શહેરમાં વધારી દેવામાં આવી છે. અને આરોગ્ય તંત્રની તાકિદની મિટીંગ બોલાવીને તમામને શહેરની સ્થિતિ ઉપર ધ્યાન રાખવા તેમજ તાત્કાલિક રિપોર્ટ કરવા માટ સૂચના આપી દેવામાં આવી છે.

વેક્સિનેશન ડોમ કે વાહન પાર્કિંગ ડોમ?

શહેરમાં કોરોના વિસ્ફોટને પગલે મીની કોર્પોરેશન અને રાજ્ય સરકારે સાવચેતીના પગલાં ભરી રહી છે વેક્સિનેશન માટે શહેરમાં શરૂ કરવામાં આવ્યા છે પરંતુ દ્બેહૈ શાસકોની અણઘડ નીતિ અને બેદરકારી તો ત્યારે સામે આવી કે અમ્યુકોના પરિસરમાં મુખ્ય બિલ્ડિંગના પ્રવેશ દ્વાર પાસે વેક્સિનેશન તથા કોરોના ટેસ્ટિંગ માટે ડૉ તૈયાર કરાયો છે જે ડોનમાં ડોક્ટરોને બદલે કર્મચારીઓ પાર્કિંગ કરી કોરાની હાંસી ઉડાવતા હોય તેવું દ્રશ્ય સર્જાયું છે અહીંથી મ્યુનિ.કમિશનર સહિત ઉચ્ચ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પસાર થાય છે છતાં સૌ આંખ આડા કાન કરી રહ્યા છે એક બાજુ કહેવાય છે કે રોડ રસ્તા માટે પૈસા નથી ત્યારે આડો બનાવીને પાર્કિંગ જ કરવાનું હોય તો પાછળ પૈસાનો વેડફાટ શા માટે ! ! !

ગોરધન ઝડફિયા સંક્રમિત

કોરોના સંક્રમિત થતા જ ભાજપના નેતા ગોરધન ઝડફિયા હોમ આઇસોલેટ થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલ તમામને ટેસ્ટ કરવા સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે સુરતના ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ કોરોના સંક્રમિત થયા હતા.