વડોદરા, તા.૬

વડોદરા કોર્પોરેશન દ્વારા બનવવામાં આવનારા ૬ ફલાયઓવરબ્રિજની કામગીરીમાં કોન્ટ્રાકટરોએ રીંગ કરીને કામો વહેંચી લીધા હોય તેવી શક્યતા સાથે પૂર્વ વિપક્ષના નેતા અને સિનિયર કાઉન્સિલરે ચેરમેનને પત્ર લખી કામોની તટસ્થ તપાસ કર્યા બાદ જ યોગ્ય નિર્ણય લેવાની માગ કરી છે.

પૂર્વ વિપક્ષના નેતા અને સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે પત્રમાં જણાવ્યું છે કે, ગુરુવારના રોજ મળનારી સ્થાયી સમિતિના એજન્ડાના કામ નં. ૩૧માં સમા તળાવ પર નવીન ફલાર ઓવરબ્રિજ બનાવવાનું કામ મે. દિનેશચંદ્ર આર.અગ્રવાલ ખાતાના અંદાજ કરતાં ૩ર ટકા ભાવ વધુ ભર્યાં છે. કામ નં.૩રમાં વૃંદાવન ચાર રસ્તા જંકશન પર નવીન ફલાય ઓવરબ્રિજ બનાવવા માટે ઈજારદાર મે. રણજિત બિલ્ડકોન લિ.નું અંદાજ કરતાં ૩ર ટકા વધુનો ભાવ આવેલ છે. કામ નં.૩૩માં સરદાર એસ્ટેટ જંકશન પર નવીન ફલાય ઓવરબ્રિજ બનાવવા માટે ઈજારદાર રણજિત બિલ્ડકોન પ્રા.લિ.ના ખાતાના અંદાજ કરતાં ૩ર ટકા વધુનો ભાવ આવેલ છે. કામ નં. ૩૪માં ખોડિયારનગર જંકશન પર ઈપીસી બેઝથી નવીન ફલાય ઓવરબ્રિજ બનાવવાનું કામ મે. રણજિત બિલ્ડકોન લિ.ના અંદાજ કરતાં ૩ર ટકાનો વધુ ભાવ આવેલ છે. કામ નં. ૩પમાં સનફાર્મા રોડથી ભાયલી (બિલ ગામ પાસે)ને જાેડતો ૩૦ મીટર રસ્તાને ક્રો થતી એસએસએનએનએલ વિભાગની ગૌખાના ડિસ્ટ્રિબ્યૂટરી કેનાલ પર ઈપીસી બેઝથી નવીન ફલાય ઓવરબ્રિજ બનાવવાનું કામ ૩ર ટકા વધુનું તથા કામ નં.૩૬ વાસણા જંકશન ખાતે ઈપીસી બેઝથી નવીન ફલાય ઓવરબ્રિજ બનાવવાનું કામ ૩ર ટકા વધુ મુજબના તમામ કામો બ્રિજ પ્રોજેક્ટના કામો સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલા છે.

આ તમામ કામો જાેતાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ઈજારદારોએ અંદરોઅંદર કામો રીંગ કરી કામો વહેંચી લીધા છે. કારણ કે, બધા કામો જાેવા જઈએ તો અંદાજ કરતાં ૩ર ટકા વધુના જણાય છે. આમાં અધિકારી અને ઈજારદારની પણ મિલીભગત દેખાઈ આવે છે. જેથી આ કામોની તટસ્થ તપાસ થવી જાેઈએ, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ૩ર ટકા ઑન આપવાથી પાલિકાને ૧પ થી ર૦ કરોડ રૂપિયા વધારે બિનજરૂરી ખર્ચ થશે.

પાલિકાના નાણાં એ નાગરિકો પોતાના પરસેવાની કમાણીથી વેરા સ્વરૂપે પાલિકામાં જમા કરાવે છે જે નાણાંનો આ રીતે ૩ર ટકા વધુના કામો આપી નાણાંનો વેડફાટ કરવો ના જાેઈએ. જ્યારે સરકાર ૩૦૦ કરોડની ગ્રાન્ટ આપતી હોય ત્યારે બ્રિજ અને બીજા કામો મળીને રૂા. ૧૦૦૦ કરોડના કામો મૂકેલાં છે. કોઈપણ કામગીરી પૂર્ણ કરવાની એક સમયમર્યાદા નક્કી કરેલી હોય છે, એ સમયમર્યાદાની અંદર જ જે તે ઈજારદારે કામગીરી પૂર્ણ કરવાની હોય છે, પરંતુ ટેન્ડરની સમયમર્યાદા ઉપરાંત ચાર મહિના બાદ આપતા હોય છે જેથી કામગીરી પૂરી કરવાની સમયમર્યાદા વધી જતી હોય છે. આમ, સીધા નહીં પણ આડકતરી રીતે ઈજારદારને સમયમર્યાદા કરતાં ચાર મહિનાનો વધારો થતો હોય છે જે પાલિકાના હિતમાં નથી. આ બ્રિજના કામોમાં કોન્ટ્રાકટરોએ ભેગા મળીને રીંગ બનાવીને પાલિકાના કામો કરી રહ્યા છે. અન્ય કરોડોના કામો રીંગ બનાવીને લૂંટ ચલાવી રહ્યા છે તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે, જેના કારણે પાલિકાને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.

મૂળ અંદાજ સામે કોના કેટલા ટકા વધુના ટેન્ડર

પ્રસ્તાવિત બ્રિજ કોન્ટ્રાકટર અંદાજથી કેટલા ટકા

  વધુ ભાવ ભર્યો હતો

સમા એબેક્સ સર્કલ દિનેશચંદ્ર આર.અગ્રવાલ ૩૨.૪૦%

વંૃદાવન ચાર રસ્તા મે. રણજિત બિલ્ડકોન ૩૩.૫૯%

સરદાર એસ્ટેટ જં. મે. રણજિત બિલ્ડકોન ૩૫.૫૦%

ખોડિયારનગર જં. મે. રણજિત બિલ્ડકોન ૩૨.૭૯%

સનફાર્મા રોડથી ભાયલી મે. રાજકમલ બિલ્ડર્સ ૩૪.૦૦%

વાસણા જં. મે. રાજકમલ બિલ્ડર્સ ૩૪.૦૦%